પેપર લીકના સમાચારને લઈને દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે પરીક્ષાઓના પ્રશ્ર્નપત્ર લીક થતા રોકવા માટે કાયદો બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે આ કાયદો રાજ્ય વિધાનસભાના વર્તમાન ચોમાસુ સત્ર દરમિયાન બનાવવામાં આવશે.
કોંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના ધારાસભ્ય રોહિત પવાર, ભારતીય જનતા પાર્ટીના આશિષ શેલાર અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના ભાસ્કર જાધવે સરકારને પ્રશ્ર્ન કર્યો કે શું તે આ અંગે કંઈ કરશે? પેપર લીક થવાના કેસો રોકવા માટે કોઈ કડક કાયદો બનાવવામાં આવશે. તેના જવાબમાં ડેપ્યુટી સીએમએ કહ્યું કે આ સત્રમાં કાયદો બનાવવા માટે બિલ રજૂ કરવામાં આવશે.
જણાવી દઈએ કે નીટ યુજી પેપર લીક થવાના આરોપો અને અન્ય વિવિધ પરીક્ષાઓમાં ગેરરીતિઓના આરોપોને યાનમાં રાખીને મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ શનિવારે કહ્યું હતું કે રાજ્ય સરકારે પ્રશ્ર્નપત્ર લીક થવાને રોકવા માટે કડક કાયદો બનાવવો જોઈએ અને દોષિતોને સજા કરવી જોઈએ હાલમાં,નીટ યુજી પેપર લીકનો મુદ્દો દેશમાં ઘણો વિવાદમાં છે. એજન્સીઓ મામલાની તપાસમાં વ્યસ્ત છે. આ કેસમાં ઘણી ધરપકડ પણ કરવામાં આવી છે. નીટ પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.