ગોધરા એસઓજી પોલીસ દ્વારા મોરવા(હ)તાલુકાના વિવિધ ગામો ખાતે મોબાઈલ ફોનની દુકાન ધરાવતા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી જાહેરનામાનો ભંગનો ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કેટલાય વેપારીઓ સીમકાર્ડ કોઈપણ રજીસ્ટરમાં નોંધ પાડ્યા વગર વેચાણ કરતા હોવાનુ માલુમ પડતા પોલીસે તેવા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગોધરા એસઓજી પોલીસ દ્વારા મોરવા(હ)તાલુકાના રસુલપુર ગામે આવેલ રોશની મોબાઈલ શોપ તેમજ સાલિયા-સંતરોડ ચાર રસ્તા પાસે આવેલી રાજ નોવેલ્ટી એન્ડ ઈલેકટ્રોનિકસ, ગોલ્ડન મોબાઈલ શોપ, અને રાંટા મોબાઈલ શોપ ઉપર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યુ હતુ. જે ચેકિંગમાં નવા સીમકાર્ડ વેચાણનો ધંધો કરતા હોય, જે સીમકાર્ડ વેચાણની કોઈપણ જાતની રજીસ્ટર નોંધણી પાડ્યા વગર વેચાણ કરતા હોવાનુ તેમજ રજીસ્ટર નહિ નિભાવતા હોવાનુ માલુમ પડ્યુ હતુ. જેથી પોલીસે માલિકો સામે ગુનો દાખલ કર્યો હતો. કાર્યવાહીમાં રસુલપુર ગામના વિપુલ દલપતસિંહ બારીયા, સાલીયા-સંતરોડ ચાર રસ્તા ખાતે મોબાઈલ શોપ ધરાવતા મોહંમદ અર્હ અહેમદ કાલુ, સત્યજીત રાજેશ્ર્વરસિંહ કોશતા અને અશરફ ઈસ્હાક રાંટા સામે તપાસ હાથ ધરાઈ હતી.