વિરપુરના જમણાવાતમાં મકાનમાં આગ લાગતા ધરવખરી બળીને ખાખ

વિરપુર તાલુકાના જમણાવાત ગામે રાત્રિના સમયે ઠાકોર કાશીબેન લાલાભાઈ પરમારના રહેણાંક મકાનમાં આકસ્મિક આગ લાગતા ધરમાં રહેલ ધરવખરી, કપડા અગત્યના ડોકયુમેન્ટ સહિત ધાસચારો સહિતની ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. ત્યારે રહેણાંક મકાનમાં અચાનક આગ લાગવાને કારણે આજુબાજુના લોકો દોડી આવી બનાવની જાણ વિરપુર પોલીસને કરતા પોલીસનો કાફલો ધટના સ્થળે ફાયર સેફટીના સાધનો લઈ દોડી આવી ગ્રામજનોની મદદથી રેસ્કયુ કાર્ય પાણી છાંટી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ધટનામાં કોઈ જાનહાનિ નહિ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.