સરકાર દ્વારા દર વર્ષની જેમ ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંત્રેની પાંચમહુડી ફ.વર્ગ ધનેશ્ર્વર પ્રા.શાળામાં સરકારના પ્રતિનિધિ અધિકારી નાયબ કાર્યપાલક ઈજનેર ઘોઘંબા સંદિપભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. બાલવાટિકાના 7 બાળકોને વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રવેશ કાર્યક્રમમાં ગ્રામજનો, એસએમસી સભ્યો અને અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શાળા પ્રવેશ કાર્યક્રમ બાદ વાલી મિટીંગ-એસએમસી સભ્યોની બેઠક યોજવામાં આવી હતી. અને છેલ્લા એક વર્ષથી અત્રેની શાળામાં એક શિક્ષકની ધટ છે. સરકારમાં દરેક જગ્યાએ આ ધટ પુરવા વારંવાર લેખિત અને મોૈખિક રજુઆતો કરવામાં આવી છે. ખુબ લાંબા સમયથી શિક્ષકની ધટના કારણે બાળકોના શિક્ષણ પર અસર થઈ રહી હોય કાયમી શિક્ષકની નિમણુંક ન થાય ત્યાં સુધી કામ ચલાઉ શિક્ષકની વ્યવસ્થા માટે ગ્રામજનો- વાલીઓએ લેખિત રજુઆત કરેલ છે. હાલ તાલુકા શિક્ષણાધિકારી દ્વારા પગાર કેન્દ્ર આચાર્યને કામચલાઉ શિક્ષક વ્યવસ્થા કરવા લેખિત હુકમ કરેલ છે. જે બાબતે ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે, જયાં સુધી કાયમી શિક્ષક ન મુકાય ત્યાં સુધી કામચલાઉ શિક્ષક અમારી શાળાને આપવામાં આવે.