ગોધરા ચિખોદ્રા પાસે એકસયુવી કારમાંં લઇ જવાતા 3.50 લાખના ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઈસમોને એલ.સી.બી.એ ઝડપ્યા

ગોધરા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, ગોધરા થી નંબર વગરની એકસયુવી કારમાં ઇંગ્લીશ દારૂ હાલોલ તરફ લાવવામાં આવી રહ્યો છે. તેવી બાતમીના આધારે એલસીબી પોલીસે ચિખોદ્રા પાસે નાકાબંધી કરી કાર માંંથી 3.50 લાખનો ઈંગ્લીશ દારૂ અને કાર મળી 8,60,160/-રૂપીયાના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા.

ગોધરા લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, નંબર વગરની એકસયુવી કારમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને ગોધરા થી હાલોલ તરફ લઈ જવામાં આવનાર છે. તેવી બાતમીના આધારે એલસીપી પોલીસે ચિખોદ્રા પાસે નાકાબંધી કરી હતી. બાતમીવાળી કારને ઝડપી પાડવામાં આવી હતી. કારની તપાસ કરતાં ઈંગ્લીશ દારૂ વ્હીસ્કીના કવાટરીયા નંંગ-1930 કિંમત 2,20,800/-રૂપીયા, બીયર ટીન નંગ-1176 કિંમત 1,29,360/-રૂપીયા મળી કુલ 3,50,160/-રૂપીયાનો ઈંગ્લીશ દારૂ તેમજ કાર સહિ 8,60,160/-રૂપીયાના મુદ્દામાલ સાથે પ્રવિણ લક્ષ્મણસિંહ રાઠોડ (રહે. કુંડા, સતુમ્બર, રાજસ્થાન), હરપાલ પ્રવિણસિંહ પરમારને ઝડપી પાડવામાં આવ્યા. આ બાબતે ગોધરા બી ડવીઝન પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.