બીએપી, બજરંગ દળ દાહોદ સેવા સપ્તાહ નિમિત્તે નિ:શુલ્ક મેડીકલ કેમ્પ યોજયો

વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દાહોદ જીલ્લા દ્વારા સેવા સપ્તાહની ઉજવણી નિમિત્તે દાહોદ ગારખાયા વિસ્તારમાં નિશુલ્ક મેડિકલ કેમ્પ ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર ની ઉપસ્થિતિમાં ઉજવાયો.

વિશ્ર્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દાહોદ દ્વારા સેવા સપ્તાહ દિનાંક 24 જૂનથી 30 જૂન સુધી ઉજવણી કરવાની હોય તેના ભાગરૂપે દાહોદ ગારખાયા વિસ્તારમાં સેવા વસ્તી પર નિ:શુલ્ક મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ગરબાડા મત વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. કેમ્પનું આયોજન વિશ્ર્વ હિન્દુ પરિષદ દાહોદ જીલ્લાના સહમંત્રી કમલેશભાઈ ગુર્જર અને રાજકુમાર ગોમદાન દ્વારા કરવામાં આવ્યું. આ કેમ્પમાં ડો. મહેશભાઈ પંડ્યા ગરબાડા તથા મેડિકલ કોલેજ ઝાયડસના ડો. શિવમ શર્મા, ડો. વેદ રાના, ડો.દિનેશ મેવાડા, ડો.મીત ભટ્ટ, ડો.દર્શિલ સિયોલા, ડો.દિવ્યાંગ માળી, ડો .વશિષ્ઠ પંડ્યા, ડો.તન્મય ચાંદડિયારાએ સેવા આપી હતી.

આ પ્રસંગે વિશ્ર્વ હિન્દુ પરિષદ દાહોદના જીલ્લા સહમંત્રી કિરણસિંહ ચાવડા, બજરંગ દળ સંયોજક દીપેશભાઇ ભુરીયા તેમજ નીરજ દરજી, વેદ પ્રકાશ મહાવર, ગોપાલભાઈ સોની, કિશોરભાઈ ડામોર, જય કિશન ગેહલોત સહિત અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો. આ કેમ્પમાં 60 જેટલા દર્દીઓ લાભ લીધો હતો.