મહિસાગર અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ સી વી લટા દ્વારા જુના ટુ વ્હીલર,થ્રી વ્હીલર,ફોર વ્હીલર ગાડીઓ ખરીદનાર-વેચનાર વ્યક્તિઓએ રજીસ્ટર નિભાવવા માટેનુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.
જેમાં જુનુ ફોર વ્હીલર, થ્રી વ્હીલર અને ટુ વ્હીલર વાહનો ખરીદનારને અવશ્ય બીલ આપવું અને તેની સ્થળપ્રત કબજામાં રાખવી,વેચાણ લેનાર ગ્રાહકનું ડ્રાઈવીગ લાયસન્સ,પાનકાર્ડ, ઇલેક્શન કાર્ડ, રેશન કાર્ડ કે નોકરી કરતા હોય તો ત્યાંનું ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર કે સ્થાનિક અગ્રણીઓ જેવા કે મ્યુનિસિપલ કોર્પોરેટર,ધારાસ્ભય,સાંસદ સભ્ય, કોઇ પણ ખાતાના રાજ્યપત્રિત અધિકારી તરફથી મેળવેલ ઓળખપત્ર/પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક પુરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી આવા વાહનો વેચાણ કર્તાએ મેળવવાનો રહેશે. બીલમાં ખરીદનારનું પુરૂ નામ/સરનામું,સંપર્ક માટે ટેલીફોન/મોબાઈલ નંબર લખવો,વેચાણ બીલમાં જુના વાહનનો એન્જીન નંબર, મોડેલ નંબર, રજીસ્ટેશન નંબર/ચેચીસ નંબર લખવાનો રહેશે.
આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિને ભારતીય દંડ સંહિતાની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે.