બાલાસિનોરનો મુસ્લિમ યુવક હિંદુ મહિલાને ભગાડી જતાં રોષ: બાલાસિનોરમાં લવ જેહાદની બીજી ઘટના બની.

બાલાસિનોર ગામની વતની અને અમદાવાદની પરિણીતાને બાલાસિનોર ગામનો જ મુસ્લિમ યુવક ભગાડી જતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. હિન્દુ સંગઠનો દ્વારા બાલાસિનોર પોલીસને કાર્યવાહી કરવા માંગ કરી છે. બાલાસિનોર નગરમાં રહેતી હિન્દુ યુવતીના સાતેક મહિના પહેલા અમદાવાદ શહેરમાં લગ્ન થયા હતા. ત્યારે બે દિવસ પહેલા બાલાસિનોર ગામનો મુસ્લિમ યુવાન પરિણીતાને ભગાડી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેના રોષ રૂપે શનિવારના રોજ બાલાસિનોર પોલીસ સ્ટેશને હિન્દુ સંગઠનોના ટોળે ટોળાં ઉમટ્યાં હતાં. ત્યારે ગ્રામજનો દ્વારા બાલાસિનોર ગામમાં રહેતો મુસ્લીમ યુવક દ્વારા પરિણીતાને ભગાડી ગયો હોવાનું જણાવીને બાલાસિનોર પોલીસને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે આવો લવ જેહાદ જેવો બનાવ આ જ વર્ષમાં ત્રીજી વખત તેમજ આ મહિનામાં બીજી વખત બની ચૂક્યો છે.