દાહોદના કઠલા ગામની સગીરાને લગ્નની લાલચે ભગાડી જતાં ફરિયાદ

દાહોદ,

દાહોદ તાલુકાના કઠલા ગામે એક 16 વર્ષીય સગીરાને એક યુવકે લગ્નની લાલચ આપી પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

ગત તા.02 નવેમ્બરના રોજ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના કસલધરા ગામે રામપરી ફળિયામાં રહેતો રસિયાભાઈ હવલાભાઈ વહોનીયાએ દાહોદ તાલુકામાં રહેતી એક 16 વર્ષીય સગીરા જ્યારે પોતાના ઘરેથી માળમાં ઘાસ લેવા ગઈ હતી ત્યારે ત્યાં ઉપરોક્ત યુવક મોટરસાઈકલ લઈ આવ્યો હતો અને સગીરાને પ્રેમના પાઠ ભણાવી લગ્નની લાલચ આપી પત્નિ તરીકે રાખવા સારૂં મોટરસાઈકલ પર બેસાડી અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતા દ્વારા કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.