રહેમત નગર કન્યા અને કુમાર પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્ર ચિખોદ્રા-3 ચિખોદ્રા-2 નો પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી

રહેમત નગર પ્રાથમિક શાળા પ્રવેશોત્સવની ચિખોદ્રા-3 અને ચિખોદ્રા-2 પ્રવેશોત્સવની ઉજવણી સમયે જીલ્લા માંથી પ્રતિનિધિ તરીકે ઉમેશ, ગોધરા શહેર ઉધોગપતિ ફિરદોશ કોઠી તેમજ સી.આર.સી.કો. વિજયકુમાર તેમજ રહેમત નગર પ્રાથમિક શાળા ક્ધયાઅને કુમારી આચાર્ય શિક્ષકગણ એસ.એમ.સી. સભ્યો ઈમરાન કલંદર તેમજ મહેબુબ દેડકી એ આંગણવાડી ચિખોદ્રા-3 ના કાર્યકર સમીરાબેન જરદાઅને ગામના આગેવાનો હાજર રહ્યા હતા. રહેમતનગર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા અને ત્યારબાદ બાલવાડી, બાલવાટિકાના પ્રવેશ લેનાર બાળકોને દફતર તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ ભાગ લેનાર બાળકોને ઈનામ ગોધરાના ઉધોગપતી ફિરદોશ હાજી કોઠી દ્વારા આપવામાં આવ્યા. અંતે કાર્યક્રમ પૂર્ણ આભાર વિધિ કરવામાં આવી.