વર્લ્ડ કપમાં જીત બાદ રોહિત-વિરાટ સહિતના પ્લેયર્સ ભાવુક થયા, ખુશીના આંસુ રોકી ન શક્યા

થોડા મહિના પહેલા વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર મળ્યા બાદ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની આંખમાં આંસુ હતા અને ગઇકાલે સાઉથ આફ્રાકાને ટી ટવેન્ટી વર્લ્ડકપની ફાઇનલમાં હરાવ્યા બાદ પણ ટીમ ઇન્ડિયાની આંખમાં આંસુ હતા પરંતુ બન્ને આંસુઓમાં જમીન -આસમાનનું અંતર હતું. એ આંસુ દર્દ, દુ:ખ અને અફસોસના હતા અને જ્યારે આ વખતે આંસુ ખુશીના , વિજયના અને ગર્વના હતા.

વર્લ્ડ કપની ફાઇનલમાં જીત બાદ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ ભાવુક થઇ ગયા હતા, રોહીત શર્માની આંખો જીત બાદ ખુશીથી છલકાઇ ગઇ હતી તેની પત્નીને મળ્યો હતો ત્યારે પણ તેની આંખોમાં આંસુ હતાં જીત બાદ જયારે ખેલાડીઓ એકબીજાને અભિનંદન આપતા હતાં ત્યારે વિરાટ કોહલીને ભેટીને પણ તે રડી પડયો હતો

જયારે વિરાટ કોહલી જીત બાદ ખુશીથી છલકાઇ જતા આંસુને રોકવા માટે મથી રહ્યો હોય તેમ જણાતું હતું.પરંતુ ખુશીના આંસુ વિરાટની આંખોની બહાર છલકાઇ આવ્યા હતા જીત બાદ હાદક પંડ્યા ધ્રુસકે-ધ્રુસકે રોઇ પડ્યો હતો.આ આંસુ લાંબા સંઘર્ષ બાદ મળેલી સફળતાના હતા.આ ઉપરાંત મોહમ્મદ સિરાજ સહિતના ખેલાડીઓ ભાવુક થયા હતાં અને તેમની આંખમાં આંસુ હતાં.