સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્ર્વભરના લોકોના જીવનધોરણને સુધારવા માટે જે યેય નક્કી કરવામાં આવ્યો છે તે ૨૦૩૦ સુધીમાં પણ હાંસલ નહીં થાય.આના કારણે સંયુક્ત રાષ્ટ્ર ચિંતિત બન્યું છે. યુનાઈટેડ નેશન્સે શુક્રવારે જણાવ્યું હતું કે વિશ્ર્વના સાત અબજથી વધુ લોકોના જીવનને સુધારવાના લક્ષ્યાંકોના તેના ૧૬૯ લક્ષ્યોમાંથી માત્ર ૧૭ ટકા જ ૨૦૩૦ સુધીમાં હાંસલ થવાની સંભાવના છે. બાકીના ૮૩ ટકા લક્ષ્યાંકો હાંસલ નહીં થાય.
યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ દ્વારા જાહેર કરાયેલ વાષક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે લગભગ અડધા લક્ષ્યો પર થોડી પ્રગતિ દેખાઈ રહી છે અને માત્ર ૧૭ ટકા લક્ષ્યો પ્રાપ્ત થવાની સંભાવના છે.
કોરોના મહામારીની અસરોને ટાંકીને રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, વર્ષ-૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૨માં ૨.૩ કરોડ લોકો ગરીબીમાં સપડાયા અને ૧૦ કરોડથી વધુ લોકો ભૂખમરાનો શિકાર બન્યા. તે કહે છે કે ગુણવત્તાયુક્ત શિક્ષણનું લક્ષ્ય હજુ ઘણું પાછળ છે. વિશ્ર્વભરના માત્ર ૫૮ ટકા વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળા સ્તરે વાંચનમાં લઘુત્તમ પ્રાવીણ્ય પ્રાપ્ત કરે છે.
અહેવાલમાં જણાવાયું છે કે નવીનીકરણીય ઉર્જામાંથી વીજળી ઉત્પન્ન કરવાની વૈશ્ર્વિક ક્ષમતા છેલ્લા પાંચ વર્ષથી અભૂતપૂર્વ ૮.૧ ટકા વાષક દરે વધી રહી છે. ગુટેરેસે આબોહવા પરિવર્તન અને ગ્રીન અને ડિજિટલ સંક્રમણો નો સામનો કરવા માટે વધુ પગલાં લેવાની હાકલ કરી. તેમણે ગાઝા, યુક્રેન, સુદાન અને અન્યત્ર યુદ્ધોને સમાપ્ત કરવાના પ્રયાસો માટે પણ હાકલ કરી હતી.