કાલોલ તાલુકાના અડાંદરા ગામના રહીશો ત્રાહિમામ ગટર લાઈન હોવા છતાં વરસાદી પાણી આખા રોડ ઉપર ભરાતા ગંદા પાણી માંથી નીકળવા મજબુર સ્થાનિક મહિલા ઓએ ગંદા પાણીમાં ઉભા રહી વિરોધ કર્યો અડાદરા પોલીસ સ્ટેશનના પાછળના ભાગેથી ભૂખી ગામ તરફ જતો મેન રસ્તા ઉપર ગટર લાઈન હોવા છતાં ગટરો ઉપરના ચેમ્બરો તૂટેલ હાલતમાં હોવાથી ગટર લાઈન ચોકઅપ થય છે. જેના કારણે વરસાદી પાણી આખા રોડ ઉપર મોટા પ્રમાણ ફેલાય છે. જેના કારણે સ્થાનિક રહીશો તેમજ સ્કૂલના બાળકો અને રાહદારી ઓને ગંદા પાણી માંથી પ્રસાર થવું પડે છે અને વરસાદી પાણી રોડ ઉપર ભરાતા રોડ ઉપરના તૂટેલા ચેમ્બર વરસાદી પાણીના કારણે દેખાતા ન હોવાથી સ્કૂલના બાળકો તેમજ રાહદારી ઓને તૂટેલા ચેમ્બરના ખાડામાં પડી જવાની દેહસત લાગી રહી છે અને સ્થાનિક મહિલા ઓના જણાવ્યા મુજબ અડાદરા ગ્રામ પંચાયત ના તલાટી છેલ્લા ઘણા સમયથી આવતા નથી. જેના કારણે સ્થાનિક રહીશોને પીવાના પાણી ગટર લાઈનમાં સાફ સફાઈ જેવી પાયાની સુવિધાઓ મળતી નથી. તેઓના ફળિયામાં પીવાનો પાણીનો ગંભીર પ્રસન હોવાથી પત્રકારનો સંપર્ક કરી તેઓને પડતી મુજીકેલીઓ જણાવી હતી અને વધુમાં એવું જણાવેલ કે છેલ્લા ત્રણ વર્ષ થી વહીવટદાર વહીવટ કરતા હોવાથી ગામનો સરપંચ ન હોય જેના કારણે ગામ જનોને મુજીકેલીઓ વેઠવી પડે છે.