શહેરા નગીના મસ્જિદની નજીકમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળવા સાથે દુર્ગંધ થી અહીંથી પસાર થતા નગરજનો હેરાન પરેશાન થઈ રહયા છે. નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરીને અહીં જોવા મળતી ગંદકી દૂર કરવામાં આવે એવી આશા આ વિસ્તારના રહીશો રાખી રહ્યા હતા.
શહેરા નગર વિસ્તારમાં નગીના મસ્જિદની નજીકમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા હતા. આ ગંદકીના કારણે દુર્ગંધ ફેલાતી હોવાથી અહીંથી પસાર થતા નગરજનો અને સ્થાનિક રહીશો પણ હેરાન પરેશાન થઈ રહ્યા હોવા સાથે અહીં સાફ-સફાઈ પાલિકા દ્વારા કરવામાં આવે તે પણ જરૂરી છે. જોકે, આ વિસ્તારમાં ધાર્મિક સ્થળ આવેલ હોવા સાથે નગરજનોની અવરજવર પણ રહેતી હોય ત્યારે સ્વચ્છતા અભિયાન હેઠળ આ વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં પાલિકા તંત્ર કેમ વિચારતું નથી? એવા અનેક સવાલો આ વિસ્તારના જાગૃત નગરજનો માંથી ઉઠી રહયા હતા. દિન પ્રતિદિન અહી ગંદકી વધતી જતી હોય ત્યારે અહીં જોવા મળતી ગંદકી દૂર કરવામાં આવે તેમજ આ વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ વધતો અટકી શકે તો નવાઈ નહી, ગંદકીના કારણે વરસાદી પાણી નો નિકાલ થતો અટકી તો નહીં જાય એવી ચિંતા અહીંના રહીશોને સતત સતાવી રહી હતી. જોકે, પાલિકા દ્વારા અહીં સાફ-સફાઈ કરવામાં આવે તો ત્યારબાદ અહીં ગંદકી ના થાય તેની જવાબદારી આ વિસ્તારના જાગૃત નાગરીકોએ લેવી જોઈએ અને અહીં ગંદકી ન કરવું તેનું બોર્ડ પણ લગાવામાં આવે તે પણ જરૂરી છે. આ વિસ્તારના વોર્ડ ના સભ્ય એ પોતાની નૈતિક ફરજ સમજીને અહીંની મુલાકાત લઈને જે કોઈ સમસ્યા હોય તે દૂર કરવા માટે ક્યારે વિચારશે એ તો જોવુંજ બની રહ્યું છે..