લીમખેડાના આંબા ગામે મકાન બનાવવાની વળીઓ પરત નહિ આપવા બાબતે ત્રણને ઈજાઓ

દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના આંબા ગામે મકાન બનાવવા માટે વળીઓ આપતા તે પરત ન આપતા તે મામલે થયેલ ઝઘડા તકરારમાં બે ભાઈઓએ એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને લાકડી વડે તેમજ ગડદાપાટુનો માર મારી શરીરે, હાથે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી હોવાનું જાણવા મળે છે.

લીમખેડા તાલુકાના આંબા ગામે પટેલ ફળિયામાં રહેતા ચંદ્રાભાઇ ભુલાભાઈ બારીયાએ પોતાના ગામમાં દીપાભાઇ વેસ્તાભાઈ તડવી પાસે જઈ કહેવા લાગેલ કે, મેં તને મકાન બનાવવા માટે વળીઓ આપેલ હતી તે મને કેમ આપતો નથી, તેમ કહી બેફામ ગાળો બોલીયારીઓ કરતો હતો. ત્યારે ચંદ્રાભાઈ નો ભાઈ અમરાભાઈ પણ દોડી આવી બેફામ ગાળો બોલી બંને ભાઈઓએ દીપાભાઇ, લીલાબેન અને અર્જુનભાઈ ને લાકડી વડે તેમજ ગડદાપાટુનો માર મારી શરીરને હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી ભારે ધીંગાજીં મચાવતા આ સંબંધે ઇજાગ્રસ્ત દીપાભાઇ વેસ્તાભાઈ તડવીએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.