ઘોઘંબાના ઝોઝ ગામે ખેતરમાં વાવણી કરવા મામણે ત્રણ આરોપી દ્વારા છુટ્ટા પથ્થર અને લાકડી વડે માર મારી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ

ઘોઘંબા તાલુકાના ઝોઝ ગામે ફરિયાદી પોતાના ખેતરમાં વાવણી કરતી હતી તે વખતે આરોપીઓ ખેતરમાં આવ્યા હતા અને અહિં કેમ વાવણી કરો છો અહિં વાવણી કરવાની નહિ તેમ કહી ઝાપટ મારી તેમજ લાકડી વડે પગના ભાગે મારી હતી. અને પથ્થરો મારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘંબા તાલુકાના ઝોઝ ગામે રહેતા સવિતાબેન પ્રવિણભાઈ રાઠવા પોતાના ખેતરમાં વાવણી કરતા હતા ત્યારે આરોપીઓ રોહિત બકાભાઈ રાઠવા, રૂઝલીબેન બકાભાઈ રાઠવા, બકાભાઈ સાવજીભાઈ રાઠવા અચાનક ખેતરમાં આવ્યા હતા અને તમે અહિં વાવણી કેમ કરો છો અમારે વાવણી કરવાની છે તેમ કહી સવિતાબેનને ઝાપટ મારી હતી અને હાથમાં રાખેલ લાકડી પગમાં મારી હતી. પ્રવિણભાઈને છુટા પથ્થર મારવા લાગતા હોઠ અને નાકના ભાગે ઈજાઓ પહોંચી હતી. અને સવિતાબેનના સસરાને પથ્થર વડે હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ બાબતે આરોપી વિરુદ્ધ રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.