ઓડિશા હાઈકોર્ટે ૫ વખતના નમાઝીની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી

  • આસિફ અલી અને આબિદ અલી (અરર્જીક્તા) પર ૬ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાનો આરોપ છે.

ઓડિશા હાઈકોર્ટે બળાત્કાર અને હત્યાના આરોપીની ઈશ્ર્વરમાં શ્રદ્ધા અને સારા વર્તનને યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. હાઈકોર્ટે દોષિતની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી છે. તેના અન્ય સાથીદારને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. તેને ટ્રાયલ કોર્ટે ફાંસીની સજા પણ ફટકારી હતી. બળાત્કાર અને હત્યાના બંને આરોપીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આમાંના એક દોષિત વિશે, આસિફ અલી, જસ્ટિસ એસકે સાહુ અને આરકે પટનાયકની ખંડપીઠે જોયું કે છેલ્લા ૧૦ વર્ષમાં જેલમાં તેનું વર્તન ઘણું સારું રહ્યું છે.

મનોવૈજ્ઞાનિકે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે આસિફ અલીએ પોતાને ઈશ્ર્વરને સમપત કરી દીધો છે. તે નિયમિત ઈબાદત અદા કરે છે. જેલના અન્ય કેદીઓ અને સ્ટાફ સાથે તેનું વર્તન ઘણું સારું છે. કોર્ટે કહ્યું, આસિફ દિવસમાં ઘણી વખત ઈબાદત કરે છે અને સજા ભોગવવા તૈયાર છે. તેણે પોતાની જાતને ઈશ્ર્વરને સમપત કરી દીધી છે. તે જ સમયે, એવી કોઈ ઘટના પ્રકાશમાં આવી નથી જે દર્શાવે છે કે તેમાં કોઈ સુધારો થયો નથી.

૧૦૬ પાનાના નિર્ણયમાં કોર્ટે કહ્યું કે, કોઈપણ ગુના માટે તેનાથી વધુ સજા આપી શકાય નહીં. જો કોઈને અપરાધ કરતા મોટી સજા આપવામાં આવે તો તે નિર્દોષ વ્યક્તિને સજા ફટકારવામાં આવી હોય તે સમાન છે. કોર્ટે કહ્યું કે, ૧૦ વર્ષની જેલવાસ દરમિયાન આસિફે એવું કંઈ કર્યું નથી જેનાથી જેલ સ્ટાફને તકલીફ થાય. તેથી તેની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવાઈ છે. કોર્ટે પુરાવાના અભાવે બીજા આરોપી અકીલ અલીને નિર્દોષ છોડી મૂક્યો હતો.

આસિફ અલી અને આબિદ અલી (અરર્જીક્તા) પર ૬ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાનો આરોપ છે. આરોપ છે કે બાળકી જ્યારે ચોકલેટ લઈને ઘરે પરત ફરી રહી હતી ત્યારે તેને બળજબરીથી પકડીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ગંભીર ઇજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું. ટ્રાયલ કોર્ટે બંને આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી. જ્યારે ત્રીજા આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. આ પછી બંને દોષિતોએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

હાઈકોર્ટને જાણવા મળ્યું કે અકીલ અલી વિરુદ્ધ પૂરતા પુરાવા નથી. કેમિલના તપાસ રિપોર્ટમાં જાણવા મળ્યું કે પીડિતાના શરીર પર તેનું લોહી કે વીર્ય જોવા મળ્યું નથી. પીડિતાના શરીર પર મળેલા ફિંગરપ્રિન્ટ્સ નજીકમાં મળેલી દારૂની બોટલો સાથે મેળ ખાતા નથી. તેના વકીલે કહ્યું કે તે ગુના પહેલા પણ ત્યાં દારૂ પીતો હતો.