પાટણમાં એચએનજી યુનિવસટીમાં પ્રવેશ મામલે વિરોધ, ૪૦૦ વિદ્યાર્થીઓ છેતરપિંડી થયાનો દાવો

  • વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને એનએસયુઆઇએ વિરોધ નોંધાવ્યો

એચએનજી યુનિવસટીમાં પ્રવેશ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને એનએસયુઆઇએ વિરોધ નોંધાવ્યો. યુવરાજસિંહ જાડેજાએ એચએનજી યુનિવર્સીટી પર ગંભીર આક્ષેપ લગાવ્યા.નસગ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નિયમ વિરૂદ્ધ આપવામાં આવેલ પ્રવેશ રદ કરવાની કરી માગ કરવામાં આવી. તેઓએ દાવો કર્યો હતો કે ૪૦૦ વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ છે. તેમના ભવિષ્ય સાથે રમત રમવામાં આવે છે. તેઓના કેટલાક વાલીઓ અમારી પાસે આવ્યા હતા અને જણાવ્યું હતું કે યુનિ. તેમના પર દબાણ કરી રહી છે કે જો આ મુદ્દે આગળ વાત વધારી તો તેમના બાળકનું ભવિષ્ય ભયમાં મૂકાશે.

ઇન્ડિયન નસગ કાઉન્સિલ તથા ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ના નિયમ વિરુદ્ધ હેમચંદ્રાચાર્ય યુનિવસટી સંલગ્ર ઘણી બધી સંસ્થાઓ દ્વારા કાઉન્સિલ ના નિયમ-૧૭ વિરુદ્ધ પ્રવેશ આપી દેવામાં આવ્યા છે અને આશ્ર્ચર્યની વાત તો તે છે કે એ ગેરકાયદેસર રીતે પ્રવેશ આપનાર સંસ્થાઓના વિદ્યાર્થીઓને યુનિવર્સીટી દ્વારા કાઉન્સિલ જાણ કર્યા વગર પ્રવેશ કાયમ કરી એના એનરોલ્મેન્ટ નંબર પણ ફાળવી દેવામાં આવ્યા.વિદ્યાર્થીઓ એક સત્ર અભ્યાસ પણ પૂરો કરી લીધો અને યુનિવર્સીટી દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા પણ લઇ લેવામાં આવી છે.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સ્થાઓ,યુનિવસટીના કર્મચારી ઉપર કડકમાં કડક કાર્યવાહી ૭ દિવસમાં કરવામાં નહીં આવે તો યુનિવસટીમાં વિદ્યાર્થીઓ સાથે રાખી મહાઆંદોલન કરીશું અને આવનાર દિવસોમાં આરોગ્ય મંત્રીના ઘરના ઘેરાવો કરવો પડે કે વિધાનસભાને ઘેરાવો કરવો પડે એ માટેની પણ અમારી તૈયારી છે. ૪૦૦ વિદ્યાર્થીઓના ભવિષ્યને સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની રજૂઆત કરી માગણી કરી હતી કે, જે વ્યક્તિના સહીથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેતરપિંડી થઈ છે એ છેતરપીંડીમાં એફઆઇઆર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ની દાખલ કરે અને યુનિવસટી જો દાખલ નહીં કરે તો વિદ્યાર્થી સાથે રાખી એના ભવિષ્ય સાથે જે ચેડાં થયા છે એની એફઆઈઆર અમે લખાવીશું.

તેમણે કુલપતિને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩-૨૪ માં ઇન્ડિયન નસગ કાઉન્સિલ દ્વારા નસગમાં પ્રવેશ માટેની અતિમ તારીખ ૩૦/૧૧/૨૩ રાખેલ હતી.જેનો પરિપત્ર આ સાથે સામેલ છે.ગુજરાત નસગ કાઉન્સિલ દ્વારા ૩૦/૧૧/૨૩ સુધી રજીસ્ટ્રેશન કરેલ વિદ્યાર્થીઓને કાઉન્સિલના નિયમ -૧૭ એટલે કે જે વિદ્યાર્થીઓ કાઉન્સિલમાં રજીસ્ટ્રર થયા હોય તેની એન્ટ્રી પોર્ટલમાં ૨૩/૧૨/૨૩ સુધી કરવાની જાણ ગુજરાતની દરેક યુનિવર્સીટી ઓને કરવામાં આવેલ હતી. હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટી દ્વારા દરેક સંસ્થાને કાઉન્સિલના નિયમ  ૧૭ પ્રમાણે સંસ્થાઓ ને પ્રવેશ આપવા પરિપત્ર કરવામાં આવેલ હતો