રાજયનુ સહકાર મંત્રાલય: સર્વોત્તમ ડેરીના સર ગામના ચિલીંગ પ્લાન્ટમા રાજકોટ અગ્નિકાંડ જેવી મોટી દુર્ઘટનાની રાહ જુએ છે ,કોંગ્રેસ

ભાવનગર જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લિ.એ (સર્વોતમ ડેરી) દ્વારા ત્રણ મોટા રોકાણો (૧) ૫૦.૫૦ કરોડના ખર્ચે સર ગામનો ચીલીંગ પ્લાન્ટ. (૨) ૨૦.૭૯ કરોડના ખર્ચે મોટા ખુટવડા અને (૩)૬૬.૦૮ કરોડના ખર્ચે સર ગામનો રાજદાણ ફેકટરી. આમ કુલ રુપિયા ૧૩૭.૪૦ કરોડ રુપિયાનુ રોકાણ કરેલ, આ રોકાણ પુર્વે ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-૧૬૧ ની કલમ-૭૧ મુજબ મંજુરી લેવી જરુરી છે.પરંતુ ભાવનગર જીલ્લા દુધ ઉત્પાદક સંઘ લી,એ આવી કોઇ મંજુરી લીધેલ નથી અને સદરહુ ત્રણેય પ્રોજેકટમા ગુજરાત સહકારી મંડળી અધિનિયમની કાયદાની કલમ-૧૬૧ અન્વયે કલમ-૭૧ નો ભંગ કરેલ છે.

સર્વોત્તમ ડેરી સંચાલકોના ગંભીર ગુના ઉપર સખત કાર્યવાહી કરવાને બદલે રાજ્યના નાયબ સચિવશ્રી,કૃષિ ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ ગાંધીનગરને પોતાની સત્તાનો ઉપયોગ કરીને તા.૦૪.૦૧.૨૦૨૪ ના રોજ ગુજરાત સહકારી મંડળી અધિનિયમ – ૧૬૧ અન્વયે આ તમામ ગેરકાયદેસરની કામગીરીને પુર્વ મંજુરીમાથી મુક્તિ આપી છે,આ ભાજપા સરકારનુ ભ્રષ્ટાચારને ખુલ્લુ સમર્થન સુચવે છે.

સર ગામનો ચિલીંગ પ્લાન્ટમા ૫૦.૫૦ કરોડ રુપિયાના ખર્ચ કરી ઉભો કરવામા આવ્યો છે હકીક્ત એ છે કે આ પ્લાન્ટની જમીન આજે પણ ભાવનગર જીલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લિ (સર્વોતમ ડેરી) ના નામે નથી, રેવન્યુ રાહે દ્ગછ નથી અને ટાઈટલ ક્લીયર પણ નથી, અને ઉદ્ઘઘાટનની કોઇ ઔપચારીક્તા કર્યા વગર આ ચિંલીંગ પ્લાન્ટ શરુ કરી દેવામા આવેલ છે. દુખની બાબત એ છે કે રાજય સરકારનો સહકારી વિભાગ આ તમામ બાબતથી સંપુર્ણ સજાણ અવસ્થામા તેને છાવરી રહ્યો છે.

ગુજરાત કોંગ્રેસના નેતા અને પ્રવક્તાશ્રી મનહર પટેલનુ જણાવે છે કે રાજ્ય સરકાર ભાવનગર જીલ્લા દુધ ઉત્પાદક સંઘ લીના સંચાલકો સામે કડક પગલા ભરવાને બદલે રાજય સરકારનો કૃષિ ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સહકારી મંડળી અધિનિયમ ૧૯૬૧ ની કલમ ૧૬૧ ના અધિકારનો ઉપયોગ કરી ગુનેગારોને છાવરી રહી છે. ત્યારે આ ગંભીર તબ્બકે અમે રાજ્ય સરકાર અને ભાવનગર દુધ સંઘને ચેતવીએ છીએ કે આ સર ગામનો ચિલીંગ પ્લાન્ટ સરકારી ધારાધોરણોની મંજુરી વગર ચાલે છે અને તેમા અનેક કર્મચારીઓ ફરજ બજાવે છે, ત્યારે આ યુનિટમા કોઇ આગ જેવી કોઇ દુર્ઘટના બને તો કે કોઇ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ ? દુધ સંઘના સંચાલકો કે રાજ્ય સરકારનો સહકાર વિભાગ ?

ભાવનગર દુધ સંઘના સંચાલકો અને સહકાર વિભાગના ભ્રષ્ટ અધિકારીઓની સીધી સંડોવણીનો સંયુક્ત ભ્રષ્ટાચાર છે, તેના મુળ સુધી પહોચવા રાજ્ય સરકાર એસઆઇટી મારફત તપાસ કરાવે તેવી માંગ છે અને યોગ્ય દિશામા આ તપાસ અને કાર્યવાહી કરવામા આવશે તો અનેક બીજા ભ્રષ્ટાચાર અટકાવી શકાશે અને દુધ સંઘના સર ખાતેના ચિલીંગ પ્લાન્ટમા કોઇ મોટી દુર્ઘટનાને રોકી શકાશે.