ટીમ ઈન્ડિયા ટી ૨૦ વિશ્વકપની ફાઈનલ રમવા બારબાડોસ પહોંચી

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ની ફાઈનલ મેચ બારબાડોસમાં રમાશે. આ માટે ટીમ ઈન્ડિયા બારબાડોસમાં પહોંચી ગઈ છે. શુક્રવારે ટીમ ઈન્ડિયાનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ સહિત તમામ ખેલાડીઓ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.ભારતીય ટીમે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને હાર આપી હતી, હવે ફાઈનલ મેચ માટે તૈયાર છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ જોવા મળી રહ્યા છે. ભારતીય ટીમના ખેલાડીઓ સહિત કોચ, સપોર્ટ સ્ટાફ બારબાડોસ પહોંચી ગયા છે. અહિ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ફાઈનલ મેચ રમવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયાએ આ ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૪માં શાનદાર પ્રદર્શન કર્યું છે, મહત્વની વાત તો એ છે કે, ભારતીય ટીમને હજુ સુધી હાર મળી નથી.

તમને જણાવી દઈએ કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમીફાઈનલ મેચ ગુરુવારના રોજ રમાય હતી. આ મેચ ગયાનામાં રમાય હતી. ભારતીય ટીમે આ મેચ ૬૮ રનથી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરી ૨૦ ઓવરમાં ૭ વિકેટનું નુક્સાન સાથે ૧૭૧ રન બનાવ્યા છે. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ ૧૦૩ રનમાં સમેટાય ગઈ હતી. ભારતીય બોલરનું આ મેચમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતુ. પહેલા બેટિંગ અને ત્યારબાદ બોલિંગના કારણે ટીમને જીત મળી હતી.

એ પણ જાણી લો કો, ભારતીય ટીમે પોતાની તમામ ગ્રુપ મેચ જીતી લીધી છે. તેમણે ૪ મેચ રમવાની હતી પરંતુ એક મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. ત્યારબાદ સુપર ૮ મેચ રમી અને ૩ મેચ જીતી લીધી હતી.