દરિયાપુરમાં પોલીસ કચેરીમાં ભાજપ નેતાના બર્થ ડેની રંગેચંગે ઉજવણી

અમદાવાદના દરિયાપુરમાં પોલીસ સ્ટેશનમાં ભાજપના નેતાનો બર્થ ડે ઉજવાયો હોવાના આરોપ સાથે વિવાદ ઉઠ્યો હતો.. જે અંગે ડીસીપી કાનન દેસાઈએ સ્પષ્ટતા કરી છે.. તેમણે કહ્યું કે પોલીસ સ્ટેશનમા કેક કાપીને જે ઉજવણી કરાઇ તે જન્મદિવસની ઉજવણી ન હતી, પરંતુ બ્લડો ડોનેશન કેમ્પમાં વધારે બ્લડ એકત્ર થયાની ખુશીને લઇને કરાયેલી ઉજવણી હતી.

મહત્વપૂર્ણ છે કે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં કેક કાપીને ઉજવણીનો એક વીડિયો વાયરલ થયો હતો.. અને સુત્રો પાસેથી એવી વાત સામે આવી હતી કે ભાજપના નેતા હિંમાશુ ચૌહાણના જન્મદિવસની ઉજવણીની કેક દરિયાપુર પોલીસ સ્ટેશનમાં કાપવામાં આવી હતી.. જે દરમ્યાન ડીસીપી કાનન દેસાઇએ હિમાંશુ ચૌહાણને કેક ખવડાવીને તેમને જન્મદિવસ નિમિતે આશિર્વાદ પણ આપ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વધતા પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા હતા.

આ અંગે ડીસીપી કાનન દેસાઇએ સ્પષ્ટતા કરી તેમણે કહ્યું કે જન્મદિવસની ઉજવણીની કેક નહોતી મંગાવાઇ , પરંતુ રક્તદાન કેમ્પમા રક્ત વધારે એકત્ર થયું હોવાની ખુશીને લઇને આયોજકો દ્વારા કેક મંગાવવામા આવી હતી.