મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગરમાં ધો.૧ના બાળકોને પ્રવેશ અપાવ્યો

સુરેન્દ્રનગરના થાન તાલુકાના સરોડી ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ હાજરી આપી હતી.. અહીં પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં અને ધોરણ-૧ના બાળકોને પ્રવેશ અપાયો હતો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ૨૬મીથી ૨૮મી જૂનના ૩ દિવસ દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાયો છે. ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ’ના વિષય સાથે યોજાયેલા આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મુખ્યમંત્રીએ ૨૬મીના પ્રથમ દિવસે વનવાસી ડાંગ જિલ્લાના સરહદી ગામ બિલિઆંબાની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવ્યુ હતું.

૨૭મી જૂને એટલે કે પ્રવેશોત્સવના બીજા દિવસે મુખ્યમંત્રી છોટાઉદેપુર તાલુકામાં હતા. જયારે આજે એટલે કે ૨૮ તારીખે શાળા પ્રવેશોત્સવના અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થયા. વિધાનસભા અયક્ષ સહિત રાજ્યના મંત્રીઓ આઇએએસ,આઇપીએસ,આઇએફએસ સહિત ૩૬૭ ઉચ્ચ અધિકારીઓએ વિવિધ સ્થળોએ ઉપસ્થિત રહી બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો