ગુજરાતના ૨.૬૨ લાખ ખેડૂતોના ખાતામાં પીએમ ક્સિાન યોજનાનો હપ્તો નહિ આવે

તાજેતરમાં ૧૮ જુનના રોજ દેશભરના ૯.૨૬ કરોડ ખેડૂતોને પ્રધાનમંત્રી ક્સિાન સન્માન નિધિ (પીએમ કિસાન) યોજના હેઠળ ૧૭મો હપ્તો મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસીથી દેશભરના ખેડૂતોના ખાતામાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારે ગુજરાતના ૨.૬૨ લાખ ખેડૂતોની પીએમ ક્સિાન યોજનામાંથી બાદબાકી કરાઈ છે. આ ખેડૂતોને આ સહાય નહિ મળે. તેનુ કારણ પણ રાજ્ય સરકારે આપ્યું છે.

ગુજરાત સરકારે ખેડૂતની પાત્રતા ન હોવા છતાં પીએમ ક્સિાન યોજનામાં ખોટી રીતે લાભ લેતા ખેડૂતોની બાદબાકી કરી છે. આવા કુલ ૨.૬૨ લાખ ખેડૂતો નીકળ્યા છે. આ એવા ખેડૂતો છે, જેઓ ખોટી રીતે સરકારી સહાય મેળવતા હતા. આ તમામના નામ યોજનામાંથી રદ કરાયા છે. એક માહિતી એવી પણ છે કે, જેઓએ ખોટી રીતે આ યોજનાનો લાભ લેનારાઓ પાસેથી રિકવરી કરાશે. આ માટે જિલ્લા તંત્ર દ્વારા ગ્રામસેવકોની મદદતી કાર્યવાહી કરવામાં આવશે.

પ્રધાનમંત્રી ક્સિાન સન્માન નિધિ યોજનાએ ભારત સરકાર દ્વારા ૨૦૧૯માં શરૂ કરાયેલી એક પ્રતિષ્ઠિત યોજના છે. આ યોજના હેઠળ, પાત્ર ખેડૂત પરિવારોને વાષક ૬,૦૦૦ ની નાણાકીય સહાય ૨,૦૦૦ ના ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે. અત્યાર સુધીમાં સરકારે આ યોજના હેઠળ કુલ ૧૬ હપ્તા બહાર પાડ્યા છે. ટૂંક સમયમાં ખેડૂતોને ૧૭મા હપ્તાનો લાભ તાજેતરમાં ૧૮ જુનના રોજ અપાયો હતો.

ઉલ્લેખનીય છે કે, આ યોજનાના નિયમો સમયાંતરે બદલાતા રહે છે. જેને કારણે લાભાર્થી ખેડૂતોની સંખ્યામાં પણ ફેરફાર થતા રહે છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે, જે ખેડૂત આઈટી રિટર્ન ભરતા હોય તેવા ખેડૂતોને આ સહાય નહિ અપાય. આ બાદ નક્કી કરાયું કે, આગલા વર્ષે આઈટી રિટર્ન ભર્યું હોય તેવા જ ખેડૂતોની યોજનામાં બાદબાકી કરવી. બ-ત્રણ વર્ષ પહેલા આટી રિટર્ન ભરતા હોય અને છેલ્લા વર્ષમા આઈટી રિટર્ન ભર્યુ હોય તેવા ખેડૂતોને લાભ મળશે.