રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે આરોપ લગાવ્યો હતો કે શનિવારે મયરાત્રિએ વરસાદને કારણે ગર્ભગૃહમાં મંદિરની છત પરથી પાણી ટપક્તું હતું. રવિવારે સવારે ફ્લોર પર પાણી ભરાઈ ગયા હતા. ઘણી મહેનત બાદ મંદિર પરિસરમાંથી પાણી હટાવવામાં આવ્યું હતું. હવે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે આ દાવા પર પ્રતિક્રિયા આપી છે. તેમનું નામ લીધા વગર પીએમ મોદી પર નિશાન સાધવામાં આવ્યું છે.
લાલુ પ્રસાદ યાદવે ટ્વિટર પર લખ્યું, “ધામક નેતાઓએ મનાઈ ફરમાવી હતી પરંતુ એક વ્યક્તિએ પોતાના પ્રચાર અને ચૂંટણીના ફાયદા માટે અયોધ્યા માં મંદિરનું ઉતાવળમાં ઉદ્ઘાટન કર્યું. હવે મંદિરના મુખ્ય પૂજારીએ કહ્યું કે જ્યાં રામલલા બિરાજમાન છે તે જગ્યાએ છત પરથી પાણી ટપકવા લાગ્યું, મંદિરમાં વરસાદી પાણી ભરાઈ ગયું અને અન્ય સ્થળોએ પણ તેની તપાસ કરવી જોઈએ.
લાલુએ વધુમાં કહ્યું કે, “રામપથમાં ગટરો ઉડી ગઈ. અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશનની દીવાલ પડી ગઈ. મંદિરના મુખ્ય પૂજારીએ મંદિરના નિર્માણ કાર્ય પર કહ્યું કે જુલાઈ ૨૦૨૫માં પણ કામ પૂરું કરવું અશક્ય છે, પરંતુ ઉદ્ઘાટન થયું. ૨ વર્ષ પહેલા અયોયાના લોકો સત્ય જાણતા હતા, તેથી તેમણે લોકોની ભાવનાઓનું દુરુપયોગ કરનારાઓને કડક પાઠ ભણાવ્યો હતો.
તમને જણાવી દઈએ કે રામ મંદિરમાં પાણી ટપકવાના આરોપો પર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે નિવેદન જાહેર કર્યું છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન રામલલા જ્યાં રહે છે તે ગર્ભગૃહની છત પરથી પાણીનું એક ટીપું પણ ટપક્યું નથી. તેમજ ક્યાંયથી પણ ગર્ભગૃહમાં પાણી પ્રવેશ્યું નથી.