ઝાલોદ વિધાનસભાની ચૂંટણીમાં છ ઉમેદવારો વચ્ચે જંગ જામશે


ઝાલોદ,
ઝાલોદ 130 વિધાનસભાની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ટોટલ છ ઉમેદવાર બાકી રહેતા હવે છ ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામનાર છે. જેમાં (1) ભાજપ માંથી મહેશભાઈ ભૂરિયા ( 2 ) કોંગ્રેસ માંથી મિતેશભાઈ ગરાસિયા ( 3 ) આમ આદમી પાર્ટી માંથી અનિલભાઈ ગરાસિયા ( 4 ) બી.ટી.પી માંથી મનસુખભાઈ કટારા ( 5 ) અપક્ષ ઉમેદવાર મોહનભાઈ સંગાડા ( 6 ) અપક્ષ ઉમેદવાર હરીચંદ્ર મહિડા ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવેલ છે. હવે ઝાલોદ ચૂંટણીના ઉમેદવારોનું ગણિત સ્પષ્ટ થઈ ગયેલ છે જેથી મતદાતાઓ પણ કયા ઉમેદવારને મત આપી જીતાવસે તે તો સમય જ કહેશે.