દાહોદ તાલુકાના વાંદરીયા પ્રા શાળા, ભીલ સેન્ટ્રલ સ્કૂલ મુવાલિયા અને સરસ્વતી માધ્યમિક શાળા ખાતે ડાયરેક્ટર

  • જનરલ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત આર.એસ.નિનામાની પ્રેરક ઉપસ્થિતિમાં ભૂલકાંઓનો રંગેચંગે શાળા પ્રવેશોત્સવ 2024 કાર્યક્રમ યોજાયો.

ગુજરાતમાં ક્ધયા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં પાછલા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં આ ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ -2024નો પ્રારંભ થયો છે, ત્યારે આજે ત્રીજા દિવસે દાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના વાંદરીયા પ્રા શાળા, ભીલ સેન્ટ્રલ સ્કૂલ મુવાલિયા તથા સરસ્વતી માધ્યમિક શાળા મુવાલિયા ખાતે ડાયરેક્ટર જનરલ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત આર.એસ.નિનામાએ બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો.

આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ડાયરેક્ટર આર.એસ.નિનામા એ બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે શિક્ષણનું મહત્વ તેમજ ક્ધયા કેળવણીના મહત્વ વિશે સમજાવ્યું હતું. શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશ કરાવ્યો હતો.

આ કાર્યક્રમમાં ડાયરેક્ટર દ્વારા બાળકોમાં ભણતર પ્રત્યેની રૂચિ વધે તે માટે સાહિત્ય પ્રદર્શન અને કોમ્પ્યુટર લેબ તથા સ્માર્ટ ક્લાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દાહોદ જીલ્લાના બાળકોમાં ખેલમાં પ્રગતિ થયા તે માટે પણ વિશેષ માર્ગદર્શન આપ્યું. સત્રાંત પરીક્ષા, ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં તથા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે ગખખજ, જ્ઞાન સેતુ તથા જ્ઞાન સાધના માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સરપંચ, લાયઝન અધિકારી જનક પટેલ, બી.આર.સી. કો.ઓ. રાજુભાઈ ટગેરીયા શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.