- બાળકો જે ક્ષેત્રમાં આગળ વધવા માંગતા હોય તેઓ આર્થિક સંકટનો સામનો કર્યા વગર અભ્યાસ પૂર્ણ કરી શકે તે માટેની તમામ વ્યવસ્થા સરકારે કરી છે.- ડીસ્ટ્રીકટ ફોરેસ્ટ ઓફીસર આર.એમ.પરમાર.
દાહોદ જીલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. ત્યારે દાહોદના ડીસ્ટ્રીકટ ફોરેસ્ટ ઓફીસર આર.એમ.પરમારની ઉપસ્થિતિમાં મોટી લછેલી પ્રાથમિક શાળા, સીમલિયા ખુર્દ પ્રાથમિક શાળા તેમજ નવજીવન માધ્યમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ નિમિતે ડીસ્ટ્રીકટ ફોરેસ્ટ ઓફીસર આર.એમ.પરમારે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાની જાણકારી આપી હતી. તેમજ સાયન્સમાં રસ દાખવતા વિદ્યાર્થીઓ માટે પણ સરકારની યોજનાઓ અમલમાં તેની માહિતી આપ્ટે જણાવ્યું હતું કે, બાળકો જે ક્ષેત્રમાં આગળ વધવા માંગતા હોય તેઓ આર્થિક સંકટનો સામનો કર્યા વગર શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરી દેશ, સમાજ અને પરિવારનું નામ રોશન કરી શકે એ માટેની તમામ વ્યવસ્થા સરકારે કરી છે.
શાળા પ્રવેશોત્સવ દરમ્યાન મહાનુભાવના હસ્તે આંગણવાડી અને બાલવાટિકામાં તેમજ ધોરણ 1 માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. એ સાથે શાળાના તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગ દરમ્યાન લાયઝન અધિકારી, સરપંચ, શાળાના આચાર્ય, અગ્રણીઓ, આંગણવાડી બહેનો, શિક્ષક ગણ, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો સહભાગી થયા હતા.