ગોધરા, ગોધરા સ્વામીનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા સ્વામી નારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓ સામે કાર્યવાહી કરવા તેમજ ભકતો ઉપર કરેલ ખોટી ફરિયાદ રદ કરવાની માંગ સાથે રેલી યોજી જીલ્લા કલેકટરને આવેદન આપવામાંં આવ્યું.
ગોધરામાં સ્વામીનારાયણ સંપ્રદાયએ સનાતન વૈદિક સંંપ્રદાય છે. જેનું બંધારણ છે તે બંધારણ મુજબ વર્તવા સંપ્રદાય ત્યાગી સાધુઓ, પાર્ષદો, ગૃહસ્થ હરીભકતો ભાઈઓ અને બહેનો બંધાયેલા છે. સ્વામીનારાયણ સંપ્રદાયમાં સાધુનો ભગવતી દીક્ષા અંગીકાર કરેલ હોય સાધુઓ માત્ર ભગવા વસ્ત્રો પહેરે છે પરંતુ અમુક સાધુઓ સ્થપાયેલા સિંદ્ધાતો મુજબ વર્તન કરતા નથી. ભગવા વસ્ત્રોની આડમાં સિદ્ધાંંતો મુજબ વર્તન કરતા નથી. ભગવા વસ્ત્રોની આડમાંં અસામાજીક ચારીત્ર્યહિન પ્રવૃતિ અને કૌભાંડોો આવા સાધુનો દ્વારા કરવામાં આવે છે તે ઉજાગર થાય છે. પણ તેઓ સામે પગલાં ભરવામાં આવતા નથી. જે આધાતજનક છે. ત્યારે ગોધરા સ્વામીનારાયણ સંપ્રદાયના હરીભકતો સરકાર પાસે માંગ કરીએ છીએ કે, સંપ્રદાયનું નામ ડુબાડનાર આવા લંપટ સાધુનો સામે શિક્ષાત્મક અને સખત પગલાં લેવામાં આવે. ગોધરા સ્વામીનારાયણ સંપ્રદાયના હરીભકતોએ જીલ્લા કલેકટરને આવેદન આપી માંગ કરી છે કે લંપટ સાધુનો સામે કાર્યવાહી કરવામાં આવે અને ભકતો સામે કરવામાં આવેલ ખોટી ફરિયાદ રદ કરવામાં આવે.