હાલોલ,
વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી છે. તેમ તેમ રાજકીય પક્ષો વચ્ચે આંતરિક પક્ષા પક્ષી ઉભી થતી જોવા મળી રહી છે. હાલોલ બેઠક ઉપર કોંગ્રેસની ટિકિટ ન મળતા નારાજ થયેલા કોંગ્રેસના શહેર મહામંત્રીએ કોંગ્રેસનો સાથ છોડી અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવતા હાલોલમાં એક જોતા કોંગ્રેસનું સંપૂર્ણ પતન થયું હતું. આજે એજ કોંગ્રેસના નારાજ હોદ્દેદારો પૈકી કેટલાક આગેવાનોએ અપક્ષ ઉમેદવારી પરત ખેંચી હાથમાં ઝાડુ પકડી લેતા ચર્ચાઓ શરૂ થઈ છે. વધુ એક મુદ્દે રાજકીય હાલોલ કોંગ્રેસના કેટલાક કાર્યકરો અને હોદ્દેદારોએ કોંગ્રેસનો સાથ છોડી આજે આમ આદમી પાર્ટીનો સાથ આપતાં વધુ એક વખત કોંગ્રેસ ચર્ચામાં રહી છે. હાલોલ કોંગ્રેસ ઉપર ઉમેદવારની પસંદગીને લઈ કરોડોની સોદાબાજી કરવામાં આવી હોવાના આક્ષેપો કરી કોંગ્રેસનો સાથ છોડી દેનારા કાર્યકરોએ આજે આપમાં જોડાઈ અપક્ષ ઉમેદવારી તરીકે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા અને આપનો સાથ આપતાં હાલોલ શહેરમાં સોદાબાજીને લઈ વધુ એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે.
હાલોલ કોંગ્રેસના કાર્યકરો આજે વડોદરા અરવિંદ કેજરીવાલને મળ્યા હતા અને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ પ્રસંગે હાલોલ આમ આદમીના ઉમેદવાર પણ ઉપસ્થિત રહ્યા હતા. હાલોલ કોંગ્રેસ માંથી એકસાથે રાજીનામાં પડતા હાલોલમાં નાના-નાના કાર્યક્રમો દ્વારા કોંગ્રેસને જીવંત રાખનાર કાર્યકરોએ પંજો છોડી દેતા અત્રે પક્ષનું મરણ થયું છે. ત્યારે આ નારાજ આગેવાનોએ આપમાં જોડાઈને આપના ઉમેદવારને સમર્થન કર્યું છે. હાલોલ શહેરમાં કેજરીવાલના રોડ શો બાદ ઉભા થયેલા આ નવા સમીકરણો હાલોલના રાજકારણને નવી દિશા આપવા કેટલા સફળ કે સક્ષમ રહે છે તે જોવું રહ્યું.