લુણાવાડા ખાતે આવેલ હોસ્પિટલમાં એક મહિલાનું 4.200 કિલો વજન ધરાવતી ગાંઠનું સફળ ઓપરેશન કરાયું

લુણાવાડા સ્થિત આવેલ સુવિધા હોસ્પિટલમાં ડોક્ટર પાર્થ પટેલ તથા તેમના સાથી ડોક્ટર કિંજલબેન પટેલ દ્વારા મોટા બામણા જે મોરવાહડપ તાલુકામાં આવેલું ગામ છે, તે ગામના 45 વર્ષની મહિલાને દુ:ખાવાની ફરિયાદ કરતા તપાસ અર્થે આ હોસ્પિટલમાં આવેલ હતા. તેમને સોનોગ્રાફી કરતા કઈ સ્પષ્ટતા જણાઈ નહીં તો ડોક્ટર દ્વારા MRI કરવાની સલાહ આપવામાં આવી અને તેનો રિપોર્ટ આવતા ખબર પડી કે તે OVAVIAN NEOPLASM નામની વિશાળ ગાંઠ આવેલ છે, તો સુવિધા હોસ્પિટલના ડોક્ટર દ્વારા તેનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું અને આ ગાંઠને બાયોપસી માટે મોકલી આપવામાં આવ્યું. આ ગાંઠનું વજન 4.2 કિલોગ્રામ જેટલા થયું હતું. હાલમાં આ 45 વર્ષની મહિલા સ્વસ્થ અને તંદુરસ્ત છે.