ગોધરાના વાવડી બુઝર્ગ ગામે 2007ના વર્ષમાંં અજાણ્યયા 7 જેટલા ચડ્ડી બનિયાનધારી લુંટારૂઓ દ્વારા લાકડીઓથી મારમારી મારી નાખવાની ધમકી આપી રોકડ અને દાગીના મળી રૂા.30,100/-ની મત્તાની લુંટ કર્યાની એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં ગરબાડા તાલુકા સરસોડા, ધાનપુર તાલુકાના કણજેર ગામના બે આરોપીઓની ઝડપી પાડવામાં આવ્યા હતા. તે પૈકી એક આરોપી દ્વારા રેગ્યુલર જામીન અરજી મુકવામાં આવી હતી. જેની સુનાવણી હાથ ધરતાં જામીન અરજી નામંજુર કરાઈ.
ગોધરાના વાવડી બુઝર્ગ ગામે 2007ના વર્ષમાં ફરિયાદીના ધરમાં ચડ્ડી બનિયાનધારી 7 લુંટારૂઓ દ્વારા ફરિયાદી તથાજ ભુગરાવાજી રાઠવ, ગોપાલ પારસીંગ ચારેલને લાકડીઓના મારમારી મારી નાખવાની ધમકી આપી દાગીના તેમજ રોકડ મળી કુલ 31,100/-રૂપીયાની લુંંટ કરાઈ હતી. આ લુંટ અંગે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. લુંટના ગુનામાં પોલીસે તપાસ કરી આરોપીઓ દેવલાભાઇ ભીમલાભાઇ ખરાડ (રહે. સરસોડા, તા.ગરબાડા), કાનીયાભાઇ હિંમતસીંગભાઇ બીલવાડ (રહે. કણજેર, તા ધાનપુર)ને ઝડપી પાડી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. જ્યારે નાસતાફરતા વોન્ટેડ આરોી સુરકમ ઉર્ફે સુખરામભાઇ ભાટીયા મોહનીયા (રહે. ઉડાર, તા.ધાનપુર) અટક કરી જેલમાંં મોકલી આપવામાંં આવ્યો હતો. આરોપી સુકરમ ઉર્ફે સુખ રામભાઇ ભાટીયા મોહનીયા દ્વારા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકવામાં આવી હતી. આ જામીન અરજી પાંચમા એડીશનલ ડીસ્ટ્રીકટ જજ પી.એ.માલવીયાની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોર એ દલીલો કરતા જેને ગ્રાહ્ય રાખી આરોપીની જામીન અરજી નામંજુર કરાઈ.