સંતરામપુર, સંતરામપુર તાલુકાની કણજરા પ્રાથમિક શાળા માં આનંદ અને ઉલ્લાસમય વાતાવરણમાં ક્ધયા કેળવણી અને શાળા પ્રવેશત્સવની ઉજવણી મહિસાગર જિલ્લાના મદદનીશ કૃષિ નિયામક પી.કે.પટેલ અને તેમનું લયઝનીગ કરી રહેલ સી.આર.સી. ચિરાગભાઈ પટેલ તેમજ સંતરામપુર તાલુકાના માજી તાલુકા પ્રમુખ શારદાબેન પટેલીયા તથા સંતરામપુર ભાજપા પ્રમુખ બળવંભાઈ પટેલીયા અને ગ્રામજનો અને વાલીઓની હાજરીમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ – 1 ના બાળકો ને કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો.
કાર્યક્રમની શરૂઆત ઢોલ વાજીંત્રો થી કરવામાં આવી. શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી. ક્ધયાઓએ ગૌરવ ગાન અને સ્વાગત ગીત રજૂ કર્યા હતા. ત્યારબાદ શાબ્દિક સ્વાગત પ્રવચન શાળાના આચાર્ય ઉમેશભાઈ પુવાર એ સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી આપી તેમજ શાળામાં નામાંકન, સ્થાયીકરણ અને ગુણવત્તાલક્ષી શિક્ષણની વાત કરી હતી. મહેમાનોનું પુસ્તક અને પુષ્પ ગુચ્છ સ્વાગત કરવામાં આવ્યું.
મહીસાગર ડી.પી.ઓના માર્ગદર્શનથી ધોરણ 4 “મહીસાગર જ્ઞાનગંગા” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. ધોરણ 3 થી 8 માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ તેજસ્વી તારલાઓને શૈક્ષણિક કીટ આપી સન્માન કરવામાં આવ્યું તેમજ શાળામાં વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદાન કરેલ વિદ્યાર્થીઓને સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું
શાળામાં સંતરામપુરના શેઠ મિતેશકુમાર ધનપાલજી ગાંધી તરફથી 400 ચોપડાઓનો લોક સહયોગ પ્રાપ્ત થયો હતો દરેક બાળકને તેનું વિતરણ કરવામાં આવ્યું.
શાળામાં સરકારશ્રી તરફથી મળેલ વિવિધ શૈક્ષણિક સામગ્રી તેમજ જ્ઞાનગંગા પુસ્તકનું પ્રદર્શન શાળાના મ.શી શ્રી ફયમુદ્દીન ગાજી દ્વારા તૈયાર કરાયું હતું. જેમાં બાળકો નૈતિક મૂલ્યો, સંસ્કાર સિંચનના વિષયો ઉપર વાંચન કરી જ્ઞાનનો વિકાસ કરી પ્રગતિના સોપાનો સર કરશે
આ પ્રસંગે શાળાના આચાર્ય ઉમેશભાઈ પુવાર દ્વારા ગ્રામજનોને તુલસીના છોડ આપી ઔષધીય વનસ્પતિ અને વૃક્ષારોપણ નું મહત્વ સમજાવ્યું હતું.
કાર્યક્રમના અંતે એસ.એમ.સીના સભ્યો આંગણવાડી કાર્યકરો શારદાબેન પટેલિયા અને સરલાબેન પટેલિયા શાળાના શિક્ષકો, ગ્રામજનો, વિદ્યાર્થીઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતું.