- જેમાં નોડલ ઔ.તા. સંસ્થા ખાતે કાર્યરત પ્લેસમેન્ટ સેલ થકી ઔ.તા.સંસ્થા ગોધરા તથા મહિલા આઈ.ટી.આઈના વિવિધ ટ્રેડના જેમકે ફીટર, મશીનિષ્ટ, ટર્નર, વેલ્ડર, આર.એફ.એમ. એમ.ઈ.વી. આઈ.એમના દ્વિતીય વર્ષના કુલ-158 તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા.
ગોધરા, ઔધોગિક તાલીમ સંસ્થા, ગોધરા ખાતે પ્લેસમેન્ટ સેલ દ્વારા રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો.જેમાં છેલ્લા વર્ષમાં તાલીમ લઇ રહેલ આઈ.ટી.આઈ, ગોધરા(મહિલા) તથા આઈ.ટી.આઈ ગોધરા(નોડલ)ના કુલ-158 તાલીમાર્થીઓએ ભાગ લીધેલ હતો. આ ભરતીમેળામાં લેખિત પરીક્ષામાં કુલ-81 તાલીમાર્થીઓ પાસ થયેલ હતા. જેમાંથી મૌખિક ઇન્ટરવ્યૂ આપતા કુલ-50 તાલીમાર્થીઓનું ફાઇનલ પ્રિ પ્લેસમેન્ટ કરવામાં આવેલ છે.
આ ભરતી મેળામાં સંસ્થાના આચાર્ય ડી.જે.વરમોરા અને પ્લેસમેન્ટ સેલના કો-ઓર્ડીનેટરમિતાલી.આર.વરિયા અને સંસ્થાના તેમજ વેલસ્પન કંપનીના ઇં.છ મેનેજર વિપીન ત્યાગી સાથે હાજર સ્ટાફ દ્વારા રોજગારલક્ષી માહિતી પુરી પાડી યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.