જીલ્લા કલેકટર દ્વારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વેજલપુર મનરેગામાં થયેલ ભ્રષ્ટાચારની તપાસના આદેશ આપતા તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર ઉપર રાતોરાત પરદો ઢાંકવાનો પ્રયાસ

કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં મનરેગા યોજનામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચાર્યો હોવાથી ગામના જાગૃત નાગરિક દ્વારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેખિતમાં લિસ્ટ સાથે રજુઆત કરતા પંચમહાલ જીલ્લા કલેકટર દ્વારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વેજલપુર ગામમાં મનરેગા યોજનામાં મોટા પ્રમાણ થયેલ ભ્રષ્ટાચારની તપાસના આદેશ તાલુકા વિકાસ અધિકારીને આપતા તાલુકા વિકાસ અધિકારી અને મનરેગા શાખાના અધિકારીઓ રાતોરાત ભ્રષ્ટાચાર ઉપર પરદો ઢાંકવાનો પ્રયાસ કરતા આખા ગામમાં સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો હતો કે વેજલપુર ગામમાં છેલ્લા એક વર્ષથી ખોરંભે પડેલ હાઇવે થી મોટા મહાદેવ મંદિર થઈ નદી તરફનો સીસી રોડ કોન્ટ્રાકટર દ્વારા અધૂરી કામગીરી કરી સીસી રોડ અધુરો મુકવામાં આવ્યો હતો તે સીસી રોડ કોન્ટ્રાકટર દ્વારા કામ પૂર્ણ કરવામાં આવેલ ન હોય અને તેના બીલો રજૂ કર્યા હોવાની જાણ જાગૃત નાગરિકને થતા લેખિતમાં સ્વાગત કાર્યક્રમ રજુઆત કરી હતી.

જેથી વેજલપુર ગામના સરપંચ તાલુકા વિકાસ અધિકારી અને મનરેગા શાખાના અધિકારીઓ દ્વારા એક બીજાના મેળાપીપણા થી ભ્રષ્ટાચાર આચરી કાગળો ઉપર ઘોડા દોડાવી હાલના સરપંચના જોબકાર્ડમાં સ્થળ ઉપર કામ કર્યા વિના સરપંચના જોબકાર્ડમાં પણ અગાઉ તા. 03/01/2024 થી તા. 15/01/2024 એમ કુલ 13 દિવસની વેતનની એન્ટ્રીઓ પાડી હતી અને સ્થલ ઉપર સરપંચ દ્વારા કોઈ કામ કરવામાં આવ્યું ન હતું જેથી સમગ્ર ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જેથી તેના સમાચાર અનેક સમાચાર પત્રોમાં પ્રસિધ્ધ થયા હતા. તેમ છતાં આજદિન સુધી તાલુકા વિકાસ અધિકારી દ્વારા ભ્રષ્ટાચારની નોંધ લેવામાં આવી ન હતી અને સરપંચે ખોટો લાભ લીધો હતો.

તેની સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને હાલ એજ કામોની તપાસ જીલ્લા કલેકટર દ્વારા તાલુકા વિકાસ અધિકારીને સોંપી હતી અને સાત દિવસમાં એહવાલ રજૂ કરવાના આદેશ આપતા તાલુકા વિકાસ અધિકારી કોન્ટ્રાકટર સાથે સાંઠગાંઠ કરી રાતોરાત મેટલના ઢગલાં કરી એક વર્ષ થી ખોરંભે પડેલ અધૂરા સીસી રોડની કામગીરી શરૂ કરી જેથી તાલુકા વિકાસ અધિકારીના મિલિભગત થી આજદિન સુધી વેજલપુર ગામમાં મનરેગા યોજનાઓમાં મસમોટો ભ્રષ્ટાચાર આચરાતો હતો. જેથી જીલ્લા કલેક્ટર દ્વારા જીલ્લાની ટીમ ની રચનાં કરી જીલ્લાની ટીમ દ્વારા તપાસ કરવામાં આવેતો તાલુકા વિકાસ અધિકારીના આશીર્વાદ થી કાગળો ઉપર થયેલ સાંઠગાંઠનો વિકાસનો પર્દાફાશ થાય અને તાલુકા વિકાસ અધિકારીની રહેમ નજર હેઠળ ચાલતા આવા અનેક ભ્રષ્ટાચારનો પર્દાફાશ થાય.

તાલુકા વિકાસ અધિકારી જીલ્લા કલેકટરને સાત દિવસમાં સાચો રિપોર્ટનો એહવાલ આપશે ખરા, તાલુકા વિકાસ અધિકારી જીલ્લા કલેકટરને સાચો રિપોર્ટ આપેતો તેઓના રહેમ નજર હેઠળ થયેલ ભ્રષ્ટાચારનો પણ સાચો રિપોર્ટ આપશે ખરા, જીલ્લા કલેકટર દ્વારા તાલુકા વિકાસ અધિકારી એ કરેલ ભ્રષ્ટાચારની તપાસ ઉચ્ચકક્ષાના અધિકારીઓને સોંપસે ખરા, જીલ્લા કલેકટર દ્વારા વેજલપુર ગામમાં મનરેગા માં આજદિન સુધી થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરાવશે ખરા, જીલ્લા કલેકટર દ્વારા વેજલપુર ગામમાં તપાસ હાથ ધરવામાં આવેતો વેજલપુર ગામમાં જોબકાર્ડમાં વેતન ની બોગસ પડેલ એન્ટ્રીઓનો પર્દાફાશ થાય, જીલ્લા કલેકટરના આદેશ બાદ એક વર્ષ થી ખોરંભે પડેલ કામ રાતોરાત શરૂ, જીલ્લા કલેકટર દ્વારા તાલુકા વિકાસ અધિકારીની કચેરીનો ભ્રષ્ટાચાર હોવા છતાં તાલુકા વિકાસ અધિકારી ને જ તપાસ આદેશ.