- જીલ્લાની ગોધરા અને કાલોલ બેઠક ઉપર રાષ્ટ્રીય પક્ષો સિવાયના પક્ષો અને અપક્ષ ઉમેદવારો ખેલ કયા પક્ષોનો ખેલ પાડશે.
ગોધરા,
પંચમહાલ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે રાજકીય પાર્ટીના ઉમેદવાર સિવાય અપક્ષના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. આજ 21 નવેમ્બરના રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે અપક્ષના ઉમેદવારો પરત ફોર્મ પરત ખેંચતા ચુંટણીની સ્થિતી સ્પષ્ટ થઈ છે. જીલ્લાની પાંચ બેઠકો ઉ5ર 38 ઉમેદવારો ચુંટણી જંગમાં સીધો મુકાબલો થશે.
પંચમહાલ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉ5ર અનેક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા અને ફોર્મ ચેકીંગ દરમિયાન ઉમેદવાર ફોર્મ રદ થતાં બાકી રહેલ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની 21 નવેમ્બર છેલ્લી તારીખે અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા હવે જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉ5ર ચુંટણી ચિત્ર સ્પષ્ટ થઈ છે. ગોધરા વિધાનસભા બેઠક ઉ5ર ભાજપ- કોંગે્રસના ઉમેદવાર વચ્ચે સીધો મુકાબલા વચ્ચે અન્ય 8 ઉમેદવારો પણ ચુંટણી મેદાનમાં હોય ત્યારે અપક્ષ ઉમેદવારો કયા પક્ષનો ખેલ પાડશે તો જોવું રહ્યું.
કાલોલ વિધાનસભા બેઠક ઉપર સૌથી વધુ 11 ઉમેદવારો મેદાનમાં છે. તેમાં ભાજપ અને કોંગે્રસ વચ્ચે સીધો મુકાબલા સાથે 9 અન્ય પાર્ટી અને અપક્ષના ઉમેદવારો કયા ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે બન્ને રાજકીય પાર્ટીને મતદારોને કળવા મહેનત સાથે અપક્ષો ખેલ ન બગાડે તે જોવું રહ્યું.
હાલોલ વિધાનસભા બેઠક ઉપર ભાજપ-કોંગે્રસ- આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ રહેશે સાથે અન્ય 6 અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે. ત્યારે કયા ઉમેદવારને નુકશાન કરશે તે જોવું રહ્યું.
શહેરા વિધાનસભા બેઠક ઉપર થી 7 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. તેમાંથી ત્રણ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચતા શહેરા બેઠક ઉ5ર ભાજપ-કોંગે્રસ અને આપ પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાશે. મોરવા(હ) બેઠક ઉ5ર 4 ઉમેદવારો ચુંટણી જંગમાં ઝંપલાવ્યું છે. તેમાં મોરવા(હ) બેઠક ઉપર ભાજપ-કોંગે્રસ અને આપ પાર્ટી વચ્ચે સીધો મુકાબલો રહેશે. જીલ્લામાં પાંચ વિધાનસભા બેઠકો ઉપર રાષ્ટ્રીય પાર્ટી સિવાયના પક્ષો અને અપક્ષો સહિત હાલ 38 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે કઈ રાષ્ટ્રીય પાર્ટીના ઉમેદવારનો ખેલ કોણ પાડશે તે જોવું રહ્યું.
બોકસ: 126 ગોધરા વિધાનસભા બેઠકોના ઉમેદવારો…
- રશ્મિતાબેન દુષ્યંતસિંહ ચૌહાણ : – ઈન્ડીયન નેશનલ કોંગે્રસ
- સી.કે.રાઉલજી :- ભારતીય જનતા પાર્ટી
- રાજેશભાઈ સોમાભાઈ પટેલ : – આમ આદમી પાર્ટી
- રાઠોડ નટવરસિંહ હઠીસિંહ :- પ્રજા વિજય 5ક્ષ
- હશન શબ્બીર કાચબા :- ઓલ ઈન્ડીયા મજલિસ.એ. ઈત્તીહાદુલ મુસ્લીમીન
- કલંદર મોહમદ હનિફ અહેમદ સઈદ :- અપક્ષ
- પટેલ મયુરકુમાર જસવંતલાલ :- અપક્ષ
- બદામ મો. સઈદ યુસુફ :- અપક્ષ
- સૈયદ સફીકઅલી રાશીદઅલી :- અપક્ષ
10.હસનૈન જકકીઉદ્દીન પ્રેસવાલા :- અપક્ષ
બોકસ: 125 મોરવા(હ) વિધાનસભા બેઠકના ઉમેદવારો…….
- ખાંટ સ્નેહલતાબેન ગોવિંદકુમાર :- ઈન્ડીયન નેશનલ કોંગે્રસ
- સુથાર નિમિષાબેન મનહરસિંહ :- ભારતીય જનતા પાર્ટી
- ભાણાભાઈ મનસુખભાઈ ડામોર :- આમ આદમી પાર્ટી
- મછાર ચંદ્રકાન્તભાઈ હિરાભાઈ :- પ્રજા વિજય પક્ષ
બોકસ: 124 શહેરા વિધાનસભા બેઠકના ઉમેદવારો…..
- આહિર (ભરવાડ) જેઠાભાઈ ધેલાભાઈ :- ભારતીય જનતા પાર્ટી
- ખાતુભાઈ ગુલાબભાઈ પગી :- ઈન્ડીયન નેશનલ કોંગે્રસ
- તખતસિંહ રવસિંહ સોલંકી :- આમ આદમી પાર્ટી
- સુરેશભાઈ મીઠાભાઈ પરમાર :- ભારતીય જનતા પરિષદ
બોકસ: 127 કાલોલ વિધાનસભા બેઠકના ઉમેદવારો…. - પ્રભાતસિંહ પ્રતાપસિંહ ચૌહાણ :- ઈન્ડીયન નેશનલ કોંગે્રસ
- ફતેસિંહ વખતસિંહ ચૌહાણ :- ભારતીય જનતા પાર્ટી
- વાધેલા સતિષકુમાર રમેશભાઈ :- બહુજન સમાજ પાર્ટી
- ચૌહાણ વિજયસિંહ મગનસિંહ :- ગરવી ગુજરાત પાર્ટી
- જયેશકુમાર શાન્તુભાઈ રાઠોડ :- પચ્યાસી પરિવર્તન પાર્ટી
- જાદવ મહેન્દ્રસિંહ રામસિંહ :- લોકજનશકિત પાર્ટી
- ઠાકોર રામેન્દ્રસિંહ જશવંતસિંહ : પ્રજા વિજય પક્ષ
- દિનેશભાઈ કનુભાઈ બારીયા :- આમ આદમી પાર્ટી
- જાદવ દેવેન્દ્રસિંહ વાધસિંહ :- અપક્ષ
- પૂનમચંદ મડાભાઈ હરીજન :- અપક્ષ
- વણકર ડાહયાભાઈ જેસીંગભાઈ :- અપક્ષ
બોકસ: 128 હાલોલ વિધાનસભા બેઠકના ઉમેદવારો…. - અનિષભાઈ ગોરધનભાઈ બારીયા :- ઈન્ડીયન નેશનલ કોંગે્રસ
- જયદ્રથસિંહ પરમાર :- ભારતીય જનતા પાર્ટી
- નાયક સોમાભાઈ મેધાભાઈ :- બહુજન સમાજ પાર્ટી
- ભરતકુમાર રાઠવા :- આમ આદમી પાર્ટી
- રાઠવા સેવજીભાઈ ભીલાભાઈ :- પ્રજા વિજય પક્ષ
- જાદવ મુકતીબેન રાજેન્દ્રસિંહ :- અપક્ષ
7.પરમાર રેખાબેન રાજેન્દ્રસિંહ :- અપક્ષ