દે.બારીયા,
ગુજરાત રાજ્યમાં પ્રતિવર્ષ રૂપીયા 500 કરોડનો વિદેશી દારૂનો વેપલો કરનાર બુટલેગર જોગેન્દર પાલ શર્માને ગયા બુધવારની મધ્યરાત્રે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર ઉ5રથી ઝડપી પાડવામાં સ્ટેટ મોનીટરીંગ સેલને વિધાનસભાની સામાન્ય ચુંટણીના ટાંકણે ખુબ મોટી સફળતા મળી છે. પરંતુ આ સફળતાથી ગુજરાત પોલીસને મલકાવવાની જરૂર નથી. દારૂની હેરાફેરી રાત્રીમાં થતી હોય છે. જે પકડવામાં આવે છે. તેમાંથી અડધો અડધ દારૂ સગેવગે થઈ જતો હોય છે. તેવું આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે. જેથી જે દારૂ પકડવામાં આવે તેનું વિડીયો રેર્કોડીંગ અવશ્ય થવો જોઈએ અને એ પણ એક તટસ્થ વિડયોગ્રાફી થી તો જ ગુજરાતમાં દારૂબંધીનો અમલવારી પરીપૂર્ણ થવા પામશે.
દાહોદ જીલ્લો બે રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશને જોડતો સરહદી જીલ્લો હોવાથી આ બન્ને રાજ્યની બોર્ડર ઉ5ર ચાંપતી નજર સાથે ચેકપોસ્ટો ઉભી કરેલી તો હશે પરંતુ ચુંટણીનો મતદાન પહેલા ચાર-પાંચ દિવસો બાકી હોય ત્યારે મતદારોને રીઝવવા માટે દારૂની હેરાફેરી થતી હોય છે. જેથી દાહોદની બાહોશ પોલીસ આ બાબતે સચેત રહી તેમજ જીલ્લા ચુંટણી પંચ આચારસંહિતાનો ઉલ્લંધન થતુંં હોય છે. રીતસર કવાટરીયા અપાતા હોય છે. મધ્યપ્રદેશ થી મીઠીબોર, સાગટાળા પોલીસ વિભાગ તમે આવતો વિસ્તારમાં હમણાં એક સપ્તાહ પહેલા પણ પોલીસ શું કરતી હતી. તે મોટો સવાલ ઉપસ્થિત થાય છે શું ? બુટલેગરો સાથે સાંઠગાંઠ તો નથી ને ગુજરાતમાં હરીયાણાનો દારૂ રાજસ્થાનના રસ્તે બાંસવાડા, ઝાલોદ અને લીમડીના રસ્તે આવતો હોય છે. સાગટાળા, મીઠીબોર, છોટાઉદેપુરના રસ્તે દારૂ ધુસાડવામાં આવતો હોય છે. જ્યારે મહારાષ્ટ્ર માંથી દમણ, વાપી, વલસાડના રસ્તે આવતો હોવાની શંકા છે. આ તમામ બોર્ડરના ઉપર ધનિષ્ટ ચેકીંગ સાથે તેને નિષ્ફળ બનાવવામાં આવે તો ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી નિષ્પક્ષ રીતે યોજી શકાશે. તેમાં બે મત નથી પરંતુ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો અમલ કડકાઈની સાથે અને પારદર્શીકા સાથે કરવો રહ્યો.