ગોધરા સહજાનંદ સોસાયટીમાં પધારેલ નૌતમ સ્વામી દ્વારા હિન્દુ ધર્મનો જય જય કાર કર્યો

ગોધરા,

ગોધરા સહજાનંદ સોસાયટીમા વડતાલ ધામથી પધારેલ હરિકૃષ્ણ મહારાજના મંદિર થી પધારેલ સંતોમાં અખિલ પ્રદેશ સંતના અધ્યક્ષ નૌતમ સ્વામી પધારેલ હતા. તેઓનો આગમનમાં ગોધરામાં શ્રી સહજાનંદ સોસાયટી અને શ્રી સ્વામિનારાયણ મંદિર (ટાવરવાળું)નો હરિભકતો અને શ્રી કાછીયા પંચ જ્ઞાતિના આગેવાનો સંજયભાઈ પટેલ (એન્જીનિયર) તથા નિતેશભાઈ વાડીવાળા અને હરિપ્રસાદ (હરીભાઈ) અભિષેક પટેલ તથા હરિકૃષ્ણભાઈ (વકીલ) દ્વારા નૌતમ સ્વામીનો ફુલહારથી સ્વાગત કરેલ હતું. તેનો સ્વામિશ્રીએ હરિભકતોને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય માટે ભકિત કરવામાં અને કથા વાચન કરવામાં જણાવ્યું હતું. ત્યારબાદ નૌતમ સ્વામી દ્વારા નરેન્દ્રભાઈએ કરેલ કાર્યોમાં વડતાલ મંદિર અને એવાજ મંદિર પાવાગઢ માતાજીનું મંદિર અને યાત્રાધામના મંદિરો નરેન્દ્રભાઈના હસ્તે નવિન બનાવેલ હતા.

શ્રી સહજાનંદ સોસાયટીમાં નૌતમ સ્વામી દ્વારા હરિભકતોને પંચ વડીલો દ્વારા નૌતમ સ્વામી દ્વારા સનાતન હિન્દુ ધર્મની જય જય કાર સાથે હરિભકતો અને સત્સંગી ભાઈને સાથે સભાનું સંબોધન કરેલ હતું.

શ્રી સહજાનંદ સોસાયટીમાં ગોધરાના સત્સંગી ભાઈઓ દ્વારા ભજન કિર્તનનું આયોજન કરેલ હતું. ઉપરોકત આ સભામાં ગોધરાના કાઉન્સીલર ભારતીબેન પટેલ ગોધરાના કાછીયા સમાજના જ્ઞાતિબંધુઓ દ્વારા સી.કે.રાઉલજીનું સ્વાગત કરેલ હતું. તેમાં ઉષ્માબેન પટેલ (કાઉન્સીલ) અને પીન્ટુભાઈ, જીતુભાઈ અને ભાજપના અગ્રણીઓ આ સભામાં હાજર રહેલ હતા. રાજેશ. એસ.પટેલ (એન.જી.ઓ.) દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.