- આર્યા સુરતમાં કસ્ટમ વિભાગમાં સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવે છે. અગાઉ તેઓ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ફરજ બજાવતા હતા
કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાને દાણચોરી મામલે સસ્પેન્ડ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી. પ્રીતિ આર્યાની સોનાની દાણચોરીમાં સંભાવનાને પગલે ખાતાકીય તપાસ કરાઈ હતી. પ્રાથમિક તપાસમાં પ્રીતિ આર્યા દાણચોરીમાં સંડોવાયેલા હોવાની આશંકાને પગલે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી. પ્રીતિ આર્યાની ધરપકડ કરાયા બાદ તેનો મોબાઈલ કબ્જે કરવામાં આવ્યો છે. પ્રીતિની ફોન ડિટેઈલમાંથી વધુ નવી સ્ફોટક માહિતી હાથ લાગતા નવા રહસ્યો ખુલવાની સંભાવના છે.
વર્તુળોમાં એવી પણ ચર્ચા ઉઠી છે કે સોનાની દાણચોરીમાં મોટા માથાને બચાવવા પ્રિતીની ધરપકડ કરવામાં આવી છે. કસ્ટમ વિભાગમાં કામ કરનાર પ્રીતિ દાણચોરીમાં તેના સાગરિતો સાથે કામ કરતી હશે. કોલ ડિટેઇલની તપાસ બાદ પ્રિતી અન્ય અધિકારીઓને પણ ડુબાડશે તેવી ચર્ચાએ જોર પકડયું છે. જણાવી દઈએ કે પ્રીતિ આર્યા સુરતમાં કસ્ટમ વિભાગમાં સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવે છે. અગાઉ તેઓ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ફરજ બજાવતા હતા. એવું માનવામાં આવે છે કે પ્રીતિએ અમદાવાદમાં પણ દાણચોરીની સિન્ડેક્ટ રચી છે. અને અમદાવાદમાં પણ ફરજ દરમ્યાન પ્રીતિએ રચેલ નેટવર્ક હેઠળ મોટાપાયે સોનું લાવવામાં આવ્યું છે. કસ્ટમ સુપ્રિટેન્ડેન્ટ રહેલ પ્રીતિ પોતાના મળતિયાની સાથે દાણચોરીનું સોનું લાવનાર મહિલા કેરિયરની કસ્ટમ તપાસમાં કલીન ચિટ આપી દેતા. એવી ગોઠવણ કરાતી કે મહિલા કેરિયરને એરપોર્ટ પર તપાસ દરમ્યાન કસ્ટમની મહિલા અધિકારી જ તપાસ કરતી. જેથી કોઈને પણ શંકા ના જાય.
દાણચોરીના મોટાભાગના કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે કસ્ટમ વિભાગનો સ્ટાફ જ આંતરિક રીતે મદદ કરે છે. કસ્ટમ વિભાગના લોડર, હાઉસ કીપિંગ સ્ટાફ અને એરપોર્ટ ઓથોરીટીના કેટલાક અધિકારીઓ દાણચોરીમાં મદદ કરતા હોય છે. પ્રીતિ આર્યા અમદાવાદ એરપોર્ટ પર ફરજ બજાવતા હતા ત્યારે ડીઆરઆઇ ૧૦ કેરિયરની ધરપકડ કરતા કસ્ટમ વિભાગ તરફથી મદદ કરનાર સપોર્ટ સ્ટાફ તેમજ અધિકારીઓને અન્ય સ્થળો પર બદલી કરવામાં આવી હતી. હાલમાં પ્રીતિ આર્યા સુરતમાં ફરજ બજાવવા દરમ્યાન સોનાની દાણચોરીમાં સંડોવણી સામે આવતા સસ્પેન્ડ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી. પોલીસે વધુ તપાસ કરતા તેમનો ફોન જપ્ત કર્યો છે. ફોનમાંથી વધુ સ્ફોટક માહિતી મળી શકે છે જો કે મોટા માથાઓના નામ બહાર આવે છે કે પછી હંમેશની જેમ બધું રફે દફે કરાશે તે જોવાનું રહેશે.