આર્થિક મંદી સામે ઝઝુમતા આ દેશમાં સત્તા પલટવાનો નિષ્ફળ પ્રયાસ, સેનાના કમાન્ડરની ધરપકડ કરાઇ

દક્ષિણ અમેરિકન દેશ બોલીવિયામાં ટેક્ધ અને સૈનિકોએ રાષ્ટ્રપતિ ભવનનો દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો. બોલીવિયાના રાષ્ટ્રપતિ લુઇસ આર્સેએ તેને સત્તા પલટવાનો પ્રયાસ ગણાવ્યો હતો. આ દરમિયાન તેમને દેશના લોકોને સત્તા પલટવા વિરૂદ્ધ એક થવાનો આગ્રહ કર્યો હતો.

રાષ્ટ્રપતિ ભવનમાં મંત્રીઓ સાથે ઘેરાયેલા આર્સેએ એક વીડિયો જાહેર કરતા કહ્યું, દેશ સત્તા પલટવાના પ્રયાસનો સામનો કરી રહ્યો છે.અમે અહીં કાસા ગ્રાન્ડેમાં કોઇ પણ સત્તા પલટવાના પ્રયાસનો સામનો કરવા માટે મજબૂતીથી તૈયાર છીએ. બોલીવિયન લોકોને સંગઠિત કરવાની જરૂર છે.

જોકે, સત્તા પલટવાના નિષ્ફળ પ્રયાસ બાદ બોલીવિયાના જનરલ કમાન્ડર જુઆન જોસ જુનિગાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સત્તા પલટવાના પ્રયાસના કેટલાક કલાક બાદ બોલીવિયન સશ દળો બુલેટપ્રૂફ વાહન અને સૈનિકો રાષ્ટ્રપતિ ભવનથી પરત જતા રહ્યાં હતા.

બોલીવિયાના રાષ્ટ્રપતિ લુઇસ આર્સેએ સત્તા પલટવાના પ્રયાસની નિંદા કરી હતી અને નાગરિકોને એક થવા અને લોકશાહીની રક્ષા કરવાનું આહવાન કર્યું હતું, તેમને નવા સેના કમાન્ડરની પણ જાહેરાત કરી હતી જેનાથી સૈનિકોને પરત જવાનો આદેશ આપ્યો હતો.સત્તા પલટવાનો નિષ્ફળ પ્રયાસ બાદ પશ્ર્ચિમી-મય દક્ષિણ અમેરિકન દેશ બોલીવિયાના રાષ્ટ્રપતિ લુઇસ આર્સેએ લોકોનો આભાર માન્યો હતો. આર્સેએ દેશને લોકશાહીની રક્ષા કરવાનું આહવાન કર્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રપતિએ બોલીવિયાના લોકોનો આભાર માન્યો હતો.

૨૦૨૫માં યોજાનારી ચૂંટણી પહેલા બોલીવિયામાં તણાવ વધી ગયો છે. ડાબેરી પૂર્વ રાષ્ટ્રપતિ ઇવો મોરાલેસ પોતાના પૂર્વ સહયોગી આર્સે વિરૂદ્ધ ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યા છે જેનાથી સત્તા પર રહેલી સમાજવાદી પાર્ટીમાં ટકરાવ ઉભો થયો છે.કેટલાક લોકો મોરાલેસને સત્તામાં પરત લાવવા માંગતા નથી જેમને ૨૦૦૬-૨૦૧૯ સુધી શાસન કર્યુ હતું, જ્યારે તેમને વ્યાપક વિરોધ વચ્ચે હટાવી દેવામાં આવ્યા હતા અને તેમની જગ્યાએ વચગાળાની રૂઢિવાદી સરકાર બનાવવામાં આવી હતી. તે બાદ ૨૦૨૦માં એર્સે ચૂંટણી જીતી હતી.