આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ ૨૬ જૂનથી દેવી વારાહી અમ્માવારીને સમપત ૧૧ દિવસીય વારાહી વિજયા દીક્ષા (ઉપવાસ) પાળશે. જનસેના પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન તેઓ માત્ર દૂધ, ફળ અને પાણીનું સેવન કરશે.
આ પહેલીવાર નથી કે પવન કલ્યાણે આવો આયાત્મિક પ્રયાસ કર્યો હોય. ગયા વર્ષે જૂનમાં તેમણે વારાહી વિજય યાત્રા શરૂ કરી હતી અને વારાહી દેવીની પૂજા કરી હતી, ત્યારબાદ તેમણે દીક્ષા લીધી હતી. પવન કલ્યાણનો આ દીક્ષા લેવાનો નિર્ણય રાજ્ય અને તેના લોકોના કલ્યાણ માટે દેવીના આશીર્વાદ મેળવવાના રૂપે જોવામાં આવી રહ્યો છે. દીક્ષા ૨૬ જૂનથી શરૂ થશે અને ૧૧ દિવસ સુધી ચાલશે. આ દરમિયાન પવન કલ્યાણ આંધ્રપ્રદેશની સમૃદ્ધિ અને વિકાસ માટે પ્રાર્થના કરશે.
અગાઉ, અગ્રણી તેલુગુ ફિલ્મ નિર્માતાઓ સોમવારે નાયબ મુખ્ય પ્રધાન કે પવન કલ્યાણને મળ્યા હતા અને તેલુગુ ફિલ્મ ઉદ્યોગ સામેના પડકારો અને આંધ્ર પ્રદેશમાં ફિલ્મ ક્ષેત્રના વિસ્તરણની રીતો અંગે ચર્ચા કરી હતી. આ બેઠક વિજયવાડામાં કેમ્પ ઓફિસમાં થઈ હતી. મીટિંગમાં અલ્લુ અરવિંદ, સી અશ્ર્વિની દત્ત, એએમ રત્નમ, એસ રાધાકૃષ્ણ (ચિનબાબુ), દિલ રાજુ, બોગાવલ્લી પ્રસાદ, ડીવીવી દાનૈયા, સુપ્રિયા, એનવી પ્રસાદ, બાની વાસુ, નવીન એર્નેની, નાગવંશી, ટીજી વિશ્ર્વ પ્રસાદ અને કૃષ્ણ સહિત ફિલ્મ નિર્માતાઓ સામેલ હતા ભાગ લીધો. નિર્માતાઓએ રાજ્યના સિનેમેટોગ્રાફી પ્રધાન કંદુલા દુર્ગેશ સાથે, પવન કલ્યાણને તેમની રાજકીય જીત પર અભિનંદન આપ્યા અને ઉદ્યોગને સામનો કરી રહેલી સમસ્યાઓ વિશે ફળદાયી વાતચીત કરી.
ફિલ્મ નિર્માતાઓએ આંધ્રપ્રદેશમાં ફિલ્મ ક્ષેત્રના વિકાસમાં મદદ કરવા માટે ઉત્પાદન ખર્ચ ઘટાડવા, વિતરણમાં સુધારો કરવા અને માળખાકીય સુવિધાઓ વિક્સાવવા માટેની રીતો પર ચર્ચા કરી હતી. જનસેના પાર્ટીના અયક્ષ અને પીઠાપુરમના ધારાસભ્ય પવન કલ્યાણે ૧૯ જૂને નાયબ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમની પાસે પંચાયત રાજ અને ગ્રામીણ વિકાસ, પર્યાવરણ, વન, વિજ્ઞાન અને ટેકનોલોજી અને ગ્રામીણ પાણી પુરવઠાના પોર્ટફોલિયો પણ છે. પવન કલ્યાણે ૧૨ જૂને મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ અને અન્ય ધારાસભ્યો સાથે આંધ્ર વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. જનસેના પાર્ટીએ ભાજપ અને તેલુગુ દેશમ પાર્ટી સાથે ગઠબંધન કરીને આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણી તેમજ લોક્સભાની ચૂંટણી લડી હતી.