સાઉથ આફ્રિકાની ટીમે ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની પ્રથમ સેમિફાઇનલ જીતી લીધી છે. આ સાથે ટીમે પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો છે. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને ૫૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે સાઉથ આફ્રિકાએ ૬૭ બોલમાં માત્ર ૧ વિકેટ ગુમાવીને અચીવ કરી લીધો હતો.
ટી ૨૦ વર્લ્ડકપની ટૂર્નામેન્ટના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા તેણે ૨૦૦૯ અને ૨૦૧૪ના ટી ૨૦ વર્લ્ડ કપમાં આ માઈલસ્ટોન હાંસલ કરવાની બે તક ગુમાવી હતી. ત્યારબાદ સાઉથ આફ્રિકાને પાકિસ્તાન અને ભારત તરફથી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, આ વખતે તેણે અફઘાનિસ્તાનની આકાંક્ષાઓને તોડીને પોતાના માટે એક ઐતિહાસિક સ્ક્રિપ્ટ લખી છે.
સાઉથ આફ્રિકાએ ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે. ટી ૨૦ વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમને ફાઈનલમાં એન્ટ્રી મળી છે. અફઘાનિસ્તાન સામેની જીત સાઉથ આફ્રિકા માટે ઐતિહાસિક હતી. સારી વાત એ છે કે સાઉથ આફ્રિકાએ જીતના રથ પર સવાર થઈને જ ટૂર્નામેન્ટની ફાઈનલ સુધીનો પ્રવાસ ખેડ્યો છે. ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં આ તેની સતત ૮મી મેચ હતી, જે તેણે જીતી છે.
અફઘાનિસ્તાને આ મેચમાં પ્રથમ બેટિંગ કરી હતી. જોકે, દક્ષિણ આફ્રિકાની જ્વલંત બોલિંગ સામે તેની બેટિંગ ખૂબ જ ખરાબ રહી હતી. તે સંપૂર્ણ ૨૦ ઓવર પણ રમી શક્યુ ન હતુ. તેની ઈનિંગ માત્ર ૧૧.૫ ઓવરમાં પૂરી થઈ ગઈ હતી. પહેલા રમતા અફઘાનિસ્તાને માત્ર ૫૬ રન બનાવ્યા અને દક્ષિણ આફ્રિકાને ૫૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો.
અફઘાનિસ્તાને આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે ૫૭ રનના લક્ષ્યાંકને માત્ર ૮.૫ ઓવરમાં ૧ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. દક્ષિણ આફ્રિકાની એકમાત્ર વિકેટ ક્વિન્ટન ડી કોકના રૂપમાં પડી. જે ૧ રન બનાવીને આઉટ થયો હતો. ફારૂકીએ ડી કોકની વિકેટ લીધી હતી. તે પછી રીઝા હેન્ડ્રિક્સ (૨૯ રન પર અણનમ) અને એઇડન માર્કરામ (૨૩ રન પર અણનમ) પરત ફરીને ટીમને જીત તરફ લઈ ગયા.