ગરબાડા તાલુકાના વિના રોકટોક અત્યાર સુધી સફેદ પથ્થર ચોરી કરવાનો સીલસીલો યથાવત ચાલી રહ્યો હતો પરંતુ ચોમાસાનુ આગમન થતાંની સાથે જ સફેદ પથ્થરોની ચોરીનો સિલસિલો અટક્યો હોવાનુ જોવા મળી રહ્યુ છે.
હાલમાં તાલુકાના 15 થી 17 જેટલા ગામોમાં સફેદ પથ્થરોનુ ખોદકામ કરેલુ જોવા મળે છે. જેમાંથી કેટલા ગામોમાં ખનીજ વિભાગે પરવાનગી આપી છે તે તપાસનો વિષય છે. જયારે નળવાઈ ગામમાં અગાઉ પથ્થરને ફોડવા માટે બ્લાસ્ટિંગ કરતી વેળા સ્થાનિક દ્વારા ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. પરંતુ ત્યાંથી બ્લાસ્ટિંગના સાધનો હટાવી લીધા બાદ ખનીજ વિભાગની ટીમ આવી હતી. ત્યારબાદ રાત્રિના સમયે જેસીબી મશીન અને ટ્રકોમાં માલ ભરવામાં આવ્યો હતો. ત્યારે પણ ખનીજ વિભાગને જાણ કરાઈ હતી, પરંતુ ત્યારબાદ તરત જ જેસીબી અને ટ્રકો જતી રહી હોવાના આક્ષેપો ગ્રામજનોએ કર્યા હતા. નળવાય ગામમાંથી અંદાજિત 40 થી 50 જેટલી ટ્રકોમાં માલ ભરાયો હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. સ્થાનિકોની રજુઆત પર ખનીજ વિભાગની ટીમે નળવાઈ ગામે બે વાર આવી પરંતુ ત્યારબાદ શુ કાર્યવાહી કરાઈ તે જાણવા મળ્યુ નહિ.