ઘોઘંબા તાલુકાના ખરોડ ગામે ફરિયાદીના માતાના નામે જમીન વેચાણ લીધેલ હતો તે જમીનમાં ખેડવા જતાં ત્રણ આરોપીઓ આ જમીન અમારી છે કેમ ખેડો છો તેમ કહી ગાળો આપતા હોય અને આરોપી લાકડી લઈ દોડી આવી માથાના ભાગે લાકડીઓ મારી ઈજાઓ પહોંચાડતા રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોેંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘંબા તાલુકાના ખરોડ ગામે રહેતા વિઠ્ઠલભાઈ ભવાનસિંગ રાઠવાએ 20/06/2017 માં તેમની માતા ગંગાબેનના નામે જમીન વેચાણ રાખેલ હતી. વેચાણ રાખેલ જમીનમાં વિઠ્ઠલભાઈ અને ચતુરભાઈ ખેડવા ગયા હતા. ત્યારે આરોપીઓ રાવજીભાઈ ચમરાભાઈ રાઠવા, કંકુબેન રાવજીભાઈ રાઠવા અને અમીતભાઈ રાઠવા આવીને જમીન કેમ ખેડો છો અમારો કોર્ટમાં કેસ ચાલે છે તેમ કહી ગાળો આપતા હોય જેથી ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. અને હાથમાં લાકડી લઈ દોડી આવી વિઠ્ઠલભાઈને માથામાં લાકડી મારી તેમજ ચતુરભાઈને માથામાં લાકડી મારી તેમજ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ બાબતે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.