કાલોલ,આજરોજ ક્ધયાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2024નો ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ થીમ સાથે શુભારંભ થયો છે. આ શ્રેણીમાં પંચમહાલ જીલ્લામાં તારીખ 26 થી 28 જૂન દરમિયાન 202 રૂટ થકી 26,635 ભૂલકાઓને બાલ વાટિકામાં તથા 7,309 વિદ્યાર્થીઓને ધોરણ 1માં વિવિધ મહાનુભાવો, અધિકારીઓ દ્વારા શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જીલ્લામાં જીલ્લા પંચાયતના પ્રમુખ, સર્વ ધારાસભ્યઓ, રાજ્ય સરકારના અધિકારીઓ સહિત વિવિધ મહાનુભાવોના હસ્તે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો છે.
આજ રોજ પંચમહાલ જીલ્લાની સમા અને ડેરોલગામ પ્રાથમિકશાળા અને ડેરોલ હાઇસ્કુલ ખાતે ક્ધયાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2024માં જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ, સચિવાલય, ગાંધીનગર ખાતે થી પધારેલ કશ્યપ.જે. ગોરનાં અધ્યક્ષ સ્થાને સૌ પ્રથમ સમા પ્રાથમિક શાળામાં બાળવાટિકામાં 11 બાળકો, ધોરણ-1માં 26 બાળકો ને પ્રવેશ આપવામાં આવ્યો છે. જ્યારે ડેરોલગામ પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 10 અને ધોરણ-1 માં 13 બાળકો અને ધોરણ-6માં 3 બાળકો જ્યારે ડેરોલ ગામ હાઇસ્કુલમાં ધોરણ-9 માં 222 અને ધોરણ-11માં 59 વિદ્યાર્થીને જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગરના કશ્યપ.જે. ગોર તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શાળામાં બાળકોને સ્વાગત અને તિલક સાથે જરૂરી નોટબુક, પુસ્તકો,દફ્ટર, કીટ, અને નાસ્તા માટેના ડબ્બા આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળા પ્રવોત્સવના-2024ના શુભારંભ આવેલ મહાનુભાવનું પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કરી શાળા પરિવાર તેમજ ગ્રામનાં આગેવાનો દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.
પ્રવોત્સવના-2024ના શુભારંભ આવેલ ગામના અગ્રણી અરવિંદભાઈ જોષી દ્વારા બાળકો અને વાલીઓને શિક્ષણ અંગે બોધપાઠ આપવા જણાવ્યું હતું કે, બાળકોને સારૂં શિક્ષણ મળી રહે અને બાળકોમાં સારા સંસ્કારનો સિંચન કરવા માટે શિક્ષકની સાથે સાથે વાલીઓએ પણ બાળકોના ત્રણ શકિત હોવી જરૂરી છે.અને ત્રણ શકિતનું ઘ્યાન તેમના વાલીઓએ બાળકના અભ્યાસ દરમ્યાન રાખવું જોઈએ. તદુપરાંત દરેક ગામની અંદર ચાર મંદિર હોવા જોઈએ એક વિદ્યામંદિર જ્યાં શિક્ષણ મળે બીજુ લક્ષ્મી મંદિર જ્યાં ગામના જ નાણાંનો ગામમાં જ વિનિમય થાય ત્રીજું ન્યાય મંદિર એટલે કે ગ્રામ પંચાયત જે ગ્રામજનો અને ગામનો સારો અને સાચો ન્યાય કરે જ્યાર ચોથું ધર્મ મંદિર જે પણ ધર્મને માનતા હોય તેવાં ધાર્મિક મંદિર હોવા જોઈએ. ગામના બાળકોને આગળ વધારવા સુઘડ અને તંદુરસ્ત શરીર જેનાથી બાળકોમા સારા વિચાર અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે.
જ્યારે આજરોજ શાળા પ્રવોત્સવના-2024 માં આવેલ મુખ્ય એવા જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગરના કશ્યપ જે ગોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બાળકો શાળામાં સ્વચ્છ રીતે આવે નિયમિત હાજરી આપે અને વાલીઓ દ્વારા બાળકોના ભણતર વિશે ધ્યાન આપી ધરે પણ તેમની સ્કૂલની પ્રવૃત્તિઓને શિક્ષકના માર્ગદર્શન હેઠળ બાળકોમાં કેળવવા તે વાલીની પણ સંપૂર્ણ જવાબદારી હોવી જોઈએ. તે સાથે આવેલ ગ્રામ જનો અને વાલીઓનો શાળા કાર્યક્રમમાં હાજર રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આજરોજ શાળા પ્રવોત્સવના-2024માં આવેલ મુખ્ય એવા જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગરના કશ્યપ જે ગોર સાથે ગામના અગ્રણી એવા અરવિંદભાઈ જોષી, હિસાબી અધિકારી શિક્ષણ શાખા પંચમહાલ નાં આર.કે.રાઠોડ, ચંદ્રકાંત.જે. સુથાર સી.આર.સી. કાનોડ, ડેરોલ ગ્રામ પંચાયત સરપંચ કલ્પનાબેન પટેલ, પંચાયત સભ્યઓ, તાલુકા પંચાયત સદસ્ય, આચાર્ય જયેશભાઈ, શિક્ષક ગણ, તથા નાના ભૂલકાઓ અને વાલીઓ તેમજ ગ્રામના અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા.
સમગ્ર શાળા પ્રવહોત્સવ 2024ના સમા ગામ ખાતે શિક્ષક દીપિકાબેન ચાવડાએ ગામની સ્કૂલમાં આઠ કોમ્પ્યુટર, એક સાયન્સ લેબ અને એક ઓરડો ગ્રામજનોના સહકાર દ્વારા તૈયાર કરતા આવેલ જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગરના કશ્યપ ગોરના હસ્તે શિક્ષકની સારી કામગીરી બદલ સન્માન કર્યું હતું. જ્યારે ડેરોલ પ્રાથમિક શાળામાં સ્માર્ટ ક્લાસ, તેમજ સરકાર તરફતી મળેલ પુસ્તકોનું વિમોચન માટે પુષ્કોને ખુલ્લા મુકવામાં આવેલા ઓરડાનું આવેલ સચિવ કશ્યપ ગોરે રીબીન કાપી હતી. જ્યારે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો, નોટો, દફ્ટર, મીઠાઈ તેમજ આજના દિવસનું પકવાનનું દાન આપના દાતાઓનું પણ સન્માન કર્યું હતું.