સંતરામપુર તાલુકા હેલ્થ કચેરીમાં રકતદાન કેમ્પનું આયોજન કરાયું

સંતરામપુર,સંતરામપુર તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસરના નેતૃત્વ હેઠળ તાલુકા હેલ્થ ઓફિસ સંતરામપુર માં ભવ્ય રક્તદાનનું આયોજન કરવામાં આવેલ કુલ 13 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરો તેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરસણના ડોક્ટર શૈલીબેન પટેલમાં આવતું રાણીજીની પાઘડીમાં MPHW યુનુસભાઈ દ્વારા રક્તદાતાઓની એકત્રિત કરી સારી સમજ આપી. તેમને રક્તદાન કરવા પ્રોત્સાહન કરી તેવા રક્તદાતા ધવલભાઇ પટેલ, રિયાજીભાઈ શેખ, કિરણભાઈ પટેલ અને દરજી શિવમભાઈ એ પણ રક્તદાન કરી સમાજમાં સારો સંદેશો પાઠવેલ છે.

સહકર્મચારી સંતરામપુર તાલુકાની આજુબાજુના ગામ માંથી રક્તદાતાઓ આવી અને પોતાનું રક્તદાન કરી સમાજમાં એક સારી સેવા પ્રધાન કરી આ રક્તદાન સગર્ભા માતાઓની એનેમિક માતાઓની રોડ એક્સિડન્ટ કે અકસ્માત સમય પ્રાણયોગ કાર્ય કરે છે. રક્તદાન વર્ષમાં ચારવાર કરી શકાય છે, રક્તદાન કરવાથી બીપી, ડાયાબિટીસ, લોહીના કણોમાં વધઘટ ઓછી રહે છે. માનવી તંદુરસ્ત રહે છે આપ રક્તદાન કરી કોઈની રક્તની ઉપણમાં પ્રાણ બચાવી શકો છો, તે ખૂબ પ્રશંસ્ય કાર્ય છે. તે બદલ આરોગ્ય પરિવાર તેમનો ખૂબ આભાર વ્યક્ત કરે છે મેગા બ્લડ કેમ્પ યોજાયો. 251 બ્લડ ડોનેટ કરાયું.