પટણા,
ચુંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પોતાની જન સુરાજ પદયાત્રાના ૪૮મા દિવસની શરૂઆત પશ્ચિમ ચંપારણ જીલ્લાના મઝોલિયા પંચાયતથી કરી હતી આ દરમિયાન જનતાથી વાત કરતા કહ્યું કે જન સુરાજ પદયાત્રા પશ્ચિમ ચંંપારણમાં ૫૫૦ કિમીથી વધુ પગપાળા ચાલ્યા બાદ પૂર્વી ચંપારણના પહાડપુર પહોંચ્યા હતાં અને જન સુરાજ પદયાત્રા શિબિર સભાથી થઇ હતી શિબિરમાં સ્થાનિક લોકોને સંબોધિત કરતા કિશોરે કહ્યું કે નેતા આવે છે તો તે જોવે છે કે તેમની તાકાત કેટલી છે તેમની સાથે લોકો કેટલા છે. તેમણે કહ્યું કે અમારૂ આ અભિયાન અમારી શક્તિ બતાવવાની નથી આ અભિયાન છે જનતાને તેમની તાકાતનો અહેસાસ કરાવવાનો છે. તમારે તમારા એક એક મતની કીંમતને સમજવી પડશે તમારા રાજયની તિજોરીની ચાવી કોઇને આપવી છે તે તમારા મત નિર્ધારિત કરે છે સમગ્ર રાજયની તિજોરી ખોટા હાથોમાં ન સોંપવામાં આવે તેમણે લોકોને કહ્યું કે જયારે તમે તમારા ધરની તિજોરીની રક્ષા માટે જવાબદાર વ્યક્તિના હાથોમાં સોંપો છો ત્યારે સમગ્ર રાજયની તિજોરી કોઇ ખોટા વ્યક્તિના હાથમાં કેવી રીતે સોંપી શકો છો
પ્રશાંત કિશોરે કહ્યું કે જનશક્તિ જ સૌથી મોટી શક્તિ છે આથી એકવાર ફરી જનતા જાગી જશે તો તમામ સમીકરણ વસ્ત થઇ જશે અને જનતાની જીત થશે તેમણે કહ્યું કે મારો હેતુ ફકત જનતાને એ બતાવવાનો છે કે તમારી તમામ સમસ્યાઓનું સમાધાન તમારા મત નિર્ધારિત કરશે શક્તિ કોઇ નેતા કે પક્ષની નહીં પરંતુ તમારા મતની જ છે. હોસ્પિટલ સ્કુલ માર્ગ તમારા મતથી જ બનશે.તમારી રોજગારી પણ તમારો મત જ નક્કી કરશે જો તમે યોગ્ય વ્યક્તિને મત આપશો તો બધાનો વિકાસ થશે ખોટો વ્યક્તિને મત આપશો તો પાંચ વર્ષ ગમે તેટલી સરકારની ટીકા કરો પરંતુ કંઇ થશે નહીં