બાલાસિનોરના પાંડવા ખાતે નાયબ કલેકટરને અધ્યક્ષ સ્થાને પ્રવેશ ઉત્સવની ઉજવણી કરાઇ

બાલાસિનોર,બાલાસિનોર તાલુકાના પાંડવા ગામ ખાતે આવેલી ક્ધયાશાળા તેમજ કુમારશાળા અને આંગણવાડીમાં કુલ 19 બાળકોએ પ્રવેશ લીધો હતો. જ્યારે આ પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ બાલાસિનોર-વીરપુર પ્રાંત અધિકારીને હિરેનભાઈ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ, ભાજપ અગ્રણી જેઠાભાઈ વણકર, પૂર્વ સરપંચ બાબુભાઈ રાવળ, પાડવા આરોગ્ય ખાતા માંથી ધર્મેન્દ્રભાઈ અગ્રણી તેજવંતકુમાર સેવક, પાર્થ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. પ્રવેશ લેનાર તમામ બાળકોને શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શાળાકીય કીટ, દફતર, પેન્સીલ, દેશીહિસાબ સાથે નાસ્તાના ડબ્બા આપવામાં આવ્યા હતા.