ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમાંં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં વાધજીપુરવાલા હોસ્પિટલ ખાતે પરિવારજનો દ્વારા હોબાળો મચાવ્યો

ભુપેન્દ્રસિંહ અર્જુનસિંહ દાખલ હતા. એમને તકલીફમાં સગાના કહેવા પ્રમાણે એમને રોજ દારૂનું વ્યસન હતું. ત્યારે તેઓ વોમેટીંગની કમ્પલેન સાથે આવ્યા હતા. બધા રીપોર્ટ કર્યા બાદ પેટમાં ઈન્ફેકશન વધારે લાગતું હતુંં. તેમના શ્ર્વેતકણ 21 હજાર થઈ ગયા હતા. તેમની સારવાર કર્યા બાદ તેમના શ્ર્વેતકણ ધટયા હતા. રવિવારે તેમને શ્ર્વાસમાં તકલીફ કરવા માંડી બધા રીપોર્ટ કાઢયા ત્યારે તેમના શરીરમાં એસીટોનનું પ્રમાણ વધતુ હતું. ત્યારે અમે તેમને વેન્ટીલેટરના મશીન ઉપર મુકયા હતા. આજરોજ સવારે તેમની કાર્ડીએકટ એટેક થવાથી હૃદય બંંધ થવાથી નેચરલ ડેથ થયું હતું. તેમાં ર્ડાકટરની કોઈ બેદરકારી એવું કંઇ આવતું નથી તે સ્પષ્ટ દેખાય છે. : ર્ડા. હકીમ એ. વાધજીપુરવાલા…