- હાલોલ તાલુકાના ગામોના લોકો વહેલી સવારે આધાર સેન્ટરો ઉપર લાઇનમાંં લાગ્યા.
હાલોલ, ગુજરાત રાજ્ય પુરવઠા વિભાગ દ્વારા રાશનકાર્ડને આધાર સાથે અપડેટ કરવાની ઝુંબેશ 30 જુન સુધી ચાલવાની છે. આ સમય મર્યાદામાં તમામ રાશનકાર્ડ ધારકોને આધાર સાથે લીંંક કરી દેવામાં આવશે. જે રાશનકાર્ડ ધારકોના આધાર મોબાઈલ નંબર સાથે લીંગ છે તેવા રાશનકાર્ડ આધાર સાથે આપોઆપ લીંંક થઈ જાય તેવી ટેકનોલોજી વિકસાવી છે. રાશનકાર્ડમાં પરિવાર જેટલા રાજ્યોના નામ હોય તે તમામ આધારકાર્ડ કોઈ મોબાઈલ નંબર લીંક ન હોય તેવા રાશનકાર્ડ ધારકોએ પહેલા તે આધારકાર્ડને મોબાઈલ નંબર સાથે ફરજીયાત લીંક કરવાનું રહે છે અને ત્યારબાદ રાશનકાર્ડ આધાર સાથે લીંક થઈ શકે છે.
પંંચમહાલ જીલ્લાના અનેક ગામડાઓમાં હજારો રાશનકાર્ડ દર્શાવવામાં આવેલ રાશનકાર્ડ ધારકોના નામ આધાર અને મોબાઈલ ફોન સાથે લીંક નથી જેને લઈ રાશનકાર્ડમાં આધારકાર્ડ લીંક કરાવતા પહેલા આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરાવવા માટે આધારકાર્ડ અપડેટ કરતા સેન્ટરો ઉપર મોટી લોકોની લાઈનો લાગેલ જોવા મળી રહી છે. આધારકાર્ડને મોબાઈલ નંબર સાથે લીંંક કરવાની કામગીરી માત્ર સરકારી સેન્ટરો તેજ સીએચસી સેન્ટર ખાતે થઈ શકે છે. જેને લઈ વહેલી સવારથી આધારને મોબાઈલ સાથે લીંક કરાવવા માટે લાંબી લાઈનો લાગતા જોવા મળી રહ્યા છે. હાલોલમાં 2- સીએચસી સેન્ટરો ખાતે આધારકાર્ડ સાથે મોબાઈલ નંંબર લીંક કરવાની કામગીરી થઈ રહી છે.
જ્યારે જીલ્લામાં કલેકટર કચેરી, નગર પાલિકામાં એક કીટ મુકેલ છે અને એચ.ડી.એફ.સી. બેઠક અને સ્ટેટ બેંકમાં એક-એક કીટ મુકવામાં આવી છે. દરેક કીટમાંં અંદાજીત 25 જેટલા આધાર અપડેટ લીંક કરવાની કામગીરી થઈ રહી છે. દિવસ દરમિયાન આધાર સર્વર ડાઉન થઈ જતું હોવાથી આધાર લીંકની કામગીરી ખોટકાઈ જતી હોય છે. જેને લઈ સવારથી લાઈનમાંં ઉભેલા લોકોને પરત ફરી બીજા દિવસે લાઈનમાં લાગવા મજબુર બન્યા છે. ત્યારે પંચમહાલ જીલ્લા કલેકટર દ્વારા આધારકાર્ડ સાથે મોબાઈલ ફોન લીંક કરવા પડતી મુશ્કેલીઓની તપાસ કરી આધારકાર્ડ સાથે મોબાઈલ લીંકની કામગીરી ઝડપી બને તેવી પ્રક્રિયા કરવા માંંગ ઉઠી છે.