ચેન્નાઇ,
સ્વ.પૂર્વ મુખ્યમંત્રી જે જયલલિતાના નજીકના મિત્ર વી કે શશિકલા અને તેમના પરિવારજનોને ઓલ ઇન્ડિયા અન્ના દ્વવિડ મુનેત્ર કષગમ(એઆઇએડીએમકે)થી બહાર નિકાળવા માટે કયારેક ધર્મયુદ્ધ શરૂ કરનારા તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમ પાર્ટી નેતૃત્વ માટે જારી સંધર્ષ વચ્ચે શશિકલાના ભત્રીજા ટી વી દિનાકરનની સાથે નજીકતા વધારી રહ્યાં છે.
પદ પરથી દુર કરાયેલા સમનવ્યક ઓપીએસ એક નાના જુથનું નેતૃત્વ કરતા અમ્મા( દિવંગત જે જયલલિતા)ના વફાદારોને એક કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જેથી અન્નાડીએમકના પ્રબળ જુથનું નેતૃત્વ કરી રહેલ પૂર્વ મુખ્યમંત્રી કે પલાનીસ્વામી પર પાર્ટીમાં બીજીવાર નેતૃત્વને લઇ દબાણ વધારી શકાય જો કે પલાનીસ્વામીએ મેલ મિલાપના તમામ રસ્તા બંધ કરી દીધા છે અને ભારપૂર્વક કહ્યું છે કે અન્નાડીએમકેને નિષ્કિય બનાવનારા ઓપીએસ અને તેમના કેટલાક સમર્થકોનું પાર્ટીમાં કોઇ સ્થાન નથી.
અમ્મા મકકલ મુનેત્ર કષગમ(એએમએમકે)ના મહામંત્રી દિનાકર ને કહ્યું કે બે પત્તીઓવાળા ચુંટણી પ્રતિક વિના અન્નાડીએમકે કંઇ પણ નથી અને તે ૨૦૨૪ની લોકસભા ચુંટણીમાં ડીએમકેથી પ્રતિસ્પર્ધા કરવાની સ્થિતિમાં હશે નહીં દિનાકરે દાવો કર્યો કે ફકત પાર્ટી કાર્યકરો જ નહીં પરંતુ જનતા પણ પુરી રીતે પાછું લાવનારા નેતૃત્વને સમર્થન કરશે સ્થિતિને ધ્યાનમાં રાખી પન્નીરસેલ્વમે અન્નાડીએમકેના તમામ જુથોને એક બનાવવા માટે દિનાકરણને મળવાની ઇચ્છા વ્યકત કરી હતી પન્નીરસેલ્વમે કહ્યું કે જો દિનાકરણને મળવાની તક મળી તો હું તેમને મળીશ.